Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવે બુકિંગ : કુલ૧૨૦૦૦ ટિકિટ કાઉન્ટર કેશલેસ થશે

રેલવે બુકિંગને ડિજિટલ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. રેલવેએ આગામી છ મહિનામાં કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટેની યોજના તૈયાર કરી છે. રેલવે દ્વારા હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઈસીઆઇ સહિત કેટલીક બેંકોને રેલવે કાઉન્ટરો માટે આશરે ૧૫૦૦૦૦ પોઇન્ટ ઓફ સેલ મશીન ઉપલબ્ધ કરાવવા માટે કહ્યુ છે. આ મશીનો પૈકી ૧૦૦૦ મશીનો ૩૧મી ડિસેમ્બરના દિવસે મળી ગયા છે. હાલમાં રેલવેના કાઉન્ટરો પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે પીઓએસ સર્વિસ ઉપલબ્ધ નથી. રેલવે બોર્ડના એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમારી પૈસા આશરે ૧૨૦૦૦ ટિકિટ કાઉન્ટરો રહેલા છે. આમાંથી તમામને એક અથવા તો બે પીઓએસ મશીનથી સજ્જ કરવામાં આવનાર છે. અમારા કર્મચારીઓ માટે મોટા પ્રમાણમાં કેશને મેનેજ કરવાની બાબત ખુબ મુશ્કેલ છે. જો અમારી પાસે પુરતા પ્રમાણમાં સ્વાઇપ મશીનો આવી જશે તો તેના કારણે કર્મચારીઓ પર બોજને ઘટાડી શકાશે. પ્રથમ તબક્કામાં તમામ શહેરી વિસ્તારોમાં મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. એસબીઆઇ દ્વારા ૧૦૦૦ મશીનો આપવાની ખાતરી આપવામાં આવી છે. રેલવે મંત્રાલય દ્વારા પોતાના વેન્ડર્સ અને કોન્ટ્રાક્ટને પણ કેશલેસ બનાવવા માટે કમર કસી છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે રેલવેને સૌથી પહેલા કેશલેસ બનાવવા માટે કમર કસી લેવામાં આવે. રેલવે પાસે પહેલાથી જ પોતા ફ્રેટ વસુલાત પૈકી ૯૫ ટકા કેશલેસ છે. અલબત્ત રિઝર્વમાં આ માત્ર ૫૫ ટકા છે. અનરિઝર્વ અને મંથલી પાસનુ વેચાણ ૧૦૦ ટકા કેશ મારફતે કરવામાં આવે છે. કારમ કે આના માટે કાર્ડ મારફતે પેમેન્ટ કરવાની મંજુરી આપવામા આવી નથી. રેલવેની સાથે સાથે અન્ય મંત્રાલયો દ્વારા પણ હવે આ દિશામાં વધવા તૈયારી કરાઇ છે. રેલવેના તમામ ઝોનલ અને ડિવિઝનલ ઓફિસ ખર્ચ માટે કેશલેસ પેમેન્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સુરેશ પ્રભુ કેશલેસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. આઈઆરસીટીસી મારફતે રેલવે ટિકિટની ઓનલાઈન બુકિંગ પર સર્વિસ ચાર્જ સમાપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. આનાથી ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન મળશે. રેલવેએ આઈઆરસીટીસીને રેવન્યુ હાસલ કરવા માટે વૈકલ્પિક સોર્સ શોધી કાઢવા માટે સૂચના આપી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે, કેશલેસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. ઓનલાઈન બુકિંગ ઉપર કોઇ ચાર્જ લેવામાં આવે તેમ વડાપ્રધાન ઇચ્છતા નથી. અનરિઝર્વ ટિકિટના વેચાણ માટે રેલવે પેટીએમ જેવા ડિજિટલ વોલેટ સર્વિસીસની સાથે વાતચીતમાં વ્યસ્ત છે. રેલવે દ્વારા હાલમાં યાત્રી સુવિધા વધુને વધુ વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યુ છે. આ પ્રક્રિયા હાલમાં જારી રહી શકે છે. સુરેશ પ્રભુ પોતે અંગત રીતે સુવિધા પર ધ્યાન આપી રહ્યા છે.

Related posts

કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

editor

मुझे भगवा रंग में रंगना चाहती बीजेपी : रजनीकांत

aapnugujarat

Dust storms with rains and lightning lashes UP, 17 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1