Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈડી વધુ આક્રમક : કાર્તિ સામે પીએમએલએ કેસ દાખલ

એમ્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે આખરે મની લોન્ડરીંગ કેસ દાખલ કરી દીધો છે. અન્યો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની સામે હાલમાં જ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની નોંધ લીધા બાદ મની લોન્ડરીંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે કેન્દ્રિય તપાસ સંસ્થાએ એમ્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટની નોંધણી કરી છે જે પોલીસ એફઆઈઆરની ઈડીની એકસમાન પ્રક્રિયા છે. કાર્તિ, આઈએનએક્સ મીડિયા અને તેના ડિરેકટરો પીટર અને ઈન્દ્રા મુખર્જી અને અન્યો સહિત સીબીઆઈની ફરિયાદમાં જે લોકોના નામનો ઉલ્લેખ છે તે તમામ સામે મની લોન્ડરીંગ કેસ દાખલ કરાયો છે. પ્રવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈ હેઠળ ઈસીઆઈઆરની નોંધણી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ઈડી દ્વારા આ કેસમાં જુદી જુદી ગતિવિધિમાં તપાસ કરવામાં આવશે. જુદા જુદા આરોપીઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. ઈડીએ આઈએનએક્સ મીડિયા દ્વારા કરવામાં આવેલી ગેરકાયદે ચૂકવણીના સંદર્ભમાં માહિતી ઉપલબ્ધ કરાવી હતી. જેના આધાર ઉપર સીબીઆઈએ તેની એફઆઈઆર દાખલ કરી હતી. મંગળવારના દિવસે સીબીઆઈએ કાર્તિની ઓફિસ અને આવાસ ઉપર ચાર શહેરોમાં એક સાથે તપાસ કરી હતી. સમગ્ર મામલામાં કાર્તિની તકલીફો હવે વધે તેવા સંકેત છે.

Related posts

पूर्वोत्तर में बाढ़ राहत के २३५० करोड़ के पैकेज की घोषणा

aapnugujarat

એક સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે : બાબા રામદેવ

editor

मुंबई हमले के जख्म को नहीं भूल सकता भारत : पीएम मोदी

editor

Leave a Comment

UA-96247877-1