Aapnu Gujarat
બિઝનેસ

એર ઇન્ડિયાએ બનાવ્યો માસ્ટર પ્લાન

એર ઇન્ડિયાએ તેના સ્થાયી કર્મચારીઓ માટે અઠવાડિયામાં ઓછા દિવસ કામ કરવાની યોજના રજૂ કરી છે. આ યોજના અંતર્ગત, પાઇલટ્સ અને કેબિન ક્રૂ સભ્યોને બાદ કરતાં બાકી ના બધા જ કાયમી કર્મચારીઓ અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરવાનું પસંદ કરી શકે છે. આ માટે તેમને 60 ટકા પગાર આપવામાં આવશે. એરલાઇન અધિકારીઓએ કહ્યું કે આ યોજનાને અમલમાં મૂકવાનો ઉદ્દેશ્ય એરોન્ડિયાના આવક પ્રવાહની સ્થિતિમાં સુધારો લાવવાનો છે કોરોના વાયરસ રોગચાળા વચ્ચે. અધિકારી એ જણાવ્યું હતું કે જે કાયમી કર્મચારી આ વિકલ્પ પસંદ કરશે તે આ યોજનાનોએક વર્ષ માટે લાભ લઇ શકે છે. આ મહામારીથી ઉડ્ડયન ઉદ્યોગને બહુ મોટી અસર થઈ છે. આ કટોકટીની વચ્ચે, લગભગ બધી જ વિમાન કંપનીઓએ તેમના રોકડ પ્રવાહને સુધારવા માટે સ્ટાફના પગારમાં ઘટાડો જેવા મહત્વ ના પગલાં લીધાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે કર્મચારીઓ દર અઠવાડિયે ઓછા દિવસ કામ માટે પસંદગી કરે છે,તો તેમને બાકીના દિવસોમાં રોજગાર માટે અન્ય કોઈ વિકલ્પોની મંજૂરી આપવામાં આવશે નહીં. દેશમાં કોરોના વાયરસને રોકવા માટે 25 માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. અને 25 મેથી દેશમાં મર્યાદિત સંખ્યામાં સ્થાનિક મુસાફરોની ફ્લાઇટ ફરી શરૂ થઈ છે. જો કે, આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ હજી પણ બંધ છે.

Related posts

બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો ગ્રોથ રેટ ૬.૩ : જેટલી

aapnugujarat

જેટના સ્લોટને હાંસલ કરવા સ્પાઈસ અને એઆઈ તૈયાર

aapnugujarat

ભારત ખનીજ તેલની આયાત માટે પાંચ ઇરાની બેંકોને પેમેન્ટ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1