Aapnu Gujarat
બિઝનેસ

ભારત ખનીજ તેલની આયાત માટે પાંચ ઇરાની બેંકોને પેમેન્ટ કરશે

ભારત ઈરાનમાંથી ખનીજતેલની આયાતની ચુકવણી બંને દેશો વચ્ચે નિર્ધારીત થયેલી પેમેન્ટની વ્યવસ્થા હેઠળ કરવાનું છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ. ભારત ખનીજતેલની આયાત માટે પાંચ ઈરાની બેંકોને પેમેન્ટ કરશે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના પ્રતિબંધોનો તોડ મેળવવા માટે બંને દેશો વચ્ચે એક પેમેન્ટ મિકેનિઝમ પર સંમતિ બની હતી.
ભારતની સરકારી બેંક યુકો બેંક લિમિટેડમાં ઈરાનની પાંચ બેંકોને એસ્ક્રો એકાઉન્ટમાં આની ચુકવણી થશે. એસ્ક્રો એકાઉન્ટ કોઈપણ બે પક્ષોમાં શરતોની સાથે ચુકવણી પ્રક્રિયા માટે થર્ડ પાર્ટીનું એક હંગામી એકાઉન્ટ હોય છે. આ એકાઉન્ટ ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ થવા સુધી કાર્યરત રહે છે. બાયર અને સેલરની વચ્ચે થયેલી સમજૂતીની તમામ શરતોને પૂર્ણ થવા સુધી આનો ઉપયોગ થાય છે. ઈરાન ભારત પાસેથી મળનારી આ રકમનો એક બાગ ભારતમાંથી જરૂરી સરસામાનની ખરીદી અને દક્ષિણ એશિયાના દેશોમાં તેના ડિપ્લોમેટિક મિશનો માટે ખર્ચ કરશે.
આનાથી વાકેફ સૂત્રોએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે આના સંદર્ભે જાણકારી આપી છે. કારણ કે આ માહિતી હજી સુધી સાર્વજનિક થઈ નથી. તમામ ખર્ચ ભારતીય કરન્સી એટલે કે રૂપિયામાં થશે. પોતાની વાર્ષિક પેટ્રોલિયમ જરૂરિયાતોના ૮૦ ટકા આયાત કરનાર ભારત માટે સતત સપ્લાઈ ઘણી મહત્વપૂર્ણ છે. તેહરાને નવી દિલ્હીના મધ્ય-પૂર્વના અન્ય ખનીજતેલ ઉત્પાદક દેશોની સરખામણીમાં સારી ક્રેડિટ ટર્મ્સ ઓફર કરી છે. ઈરાન ભૂતકાળમાં પણ ખનીજતેલ માટે અમેરિકન ડોલરના સ્થાને ભારતીય રૂપિયામાં ચુકવણી કરવાનું સ્વીકાર્યું છે.
ગત મહીને અમેરિકાએ ઈરાનમાંથી ખનીજતેલની આયાતની ભારતને છૂટ આપી હતી. આ છૂટ ભારતને ઈરાનમાંથી ૧૮૦ દિવસો સુધી પ્રતિ દિવસ ત્રણ લાખ બેરલ ઓઈલની આયાતની મંજૂરી આપે છે.

Related posts

હવે પોન્ઝી સ્કીમોમાં નાણા ગુમાવનારા લોકોના ખાતામાં જમા થશે ૪૯૦ કરોડ

aapnugujarat

દિવાળીમાં સ્માર્ટફોનની ખરીદી રેકોર્ડ ઊંચાઈએ

aapnugujarat

ગુજરાતની પાંચ કંપનીઓની મૂડી ૧૦,૦૦૦ કરોડથી નીચે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1