Aapnu Gujarat
બિઝનેસ

દિવાળીમાં સ્માર્ટફોનની ખરીદી રેકોર્ડ ઊંચાઈએ

દિવાળીના તહેવારોમાં સ્માર્ટફોનના વેચાણમાં રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. ૯ ઓક્ટોબરથી ૮ નવેમ્બરના ગાળામાં સ્માર્ટફોનનું વેચાણ ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝન કરતાં ૨૬ ટકા વધ્યું છે. શાઓમી, સેમસંગ અને રિયલમી ફોન્સની ભારે માંગ સાથે કુલ વેચાણમાં ૫૦ ટકા હિસ્સો ઓનલાઇનનો રહ્યો છે.કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના જણાવ્યા અનુસાર તહેવારોમાં ફ્લિપકાર્ટ, એમેઝોનના શ્રેણીબદ્ધ ઓનલાઇન સેલમાં ગ્રાહકોને મોટું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. અગ્રણી સ્માર્ટફોન્સ પર ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ઓફરને કારણે ઓનલાઇન વેચાણમાં વધારો નોંધાયો હતો.
ફેસ્ટિવલ સીઝનમાં કુલ સ્માર્ટફોન વેચાણનો ૫૭ ટકા હિસ્સો શાઓમી, સેમસંગ અને રિયલમીનો રહ્યો હતો. ઓનલાઇન સાઇટ્‌સને મળેલા જોરદાર પ્રતિસાદને પગલે શાઓમીએ તહેવારોમાં સૌથી વધુ સ્માર્ટફોન વેચ્યા હતા. તેને લીધે શાઓમીએ સેમસંગ પર નોંધપાત્ર સરસાઈ મેળવી હતી. સેમસંગે પણ ઓફલાઇન વેચાણમાં ૩૦ ટકા હિસ્સા સાથે સારી કામગીરી દર્શાવી હતી.ફેસ્ટિવલ સીઝનમાં સ્માર્ટફોનના વેચાણે ૨૬ ટકાની અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ દર્શાવી છે. જોકે, દિવાળી પહેલાં શરૂ થયેલા ઓનલાઇન સેલને કારણે ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સનું વેચાણ અગાઉના વર્ષની તુલનામાં ૪૬ ટકા વધ્યું હતું અને કુલ વેચાણમાં તેનો હિસ્સો ૫૦ ટકા રહ્યો હતો.તાજેતરમાં માત્ર ઓનલાઇન લોન્ચ થયેલી સ્માર્ટફોન બ્રાન્ડ ‘રિયલમી’એ તરત જ વેચાણનો ૯ ટકા હિસ્સો હાંસલ કર્યો હતો અને એકંદર સેલ્સ વોલ્યુમમાં ત્રીજા સ્થાને પહોંચી હતી. રિયલમી ઓનલાઇન સેગમેન્ટમાં ૧૮ ટકા હિસ્સા સાથે બીજો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન પણ બન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઓનલાઇન સેગમેન્ટમાં હુઆવીની માંગ પણ સારી હતી. વિવોના સ્માર્ટફોન ઓફલાઇન સ્ટોર્સમાં વધુ વેચાયા હતા.તહેવારો પહેલાં નવા લોન્ચિંગને કારણે વનપ્લસ, પોકોફોન, આસુઝ અને નોકિયાએ પણ સારું વેચાણ દર્શાવ્યું હતું. એપલના નવા અને જૂના આઇફોન મોડલ્સને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો.

Related posts

थोक महंगाई दर 22 महीने के निचले स्तर पर, मई में घटकर 2.45%

aapnugujarat

આઈટી દ્વારા નોટબંધી પહેલા જંગી કેશ ડિપોઝિટ સંદર્ભમાં તપાસ

aapnugujarat

HDFC Bank crosses 400 branch milestone in Gujarat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1