Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં કરી શકીએ છીએ ડ્રોન હુમલો : સેના પ્રમુખ

ભારતીય સેના જમ્મુ-કાશ્મીર અને એલઓસી પાર દુશ્મનોના ઠેકાણ પર હુમલો કરવા માટે સક્ષમ છીએ અને તેનો ઉપયોગ કરવામાં અમને કોઈ તકલીફ નથી. પરંતુ શરત માત્ર એટલી કે તેનો વિરોધ ન થવો જોઈએ અને તેના નુકસાનને સમજવા અને સ્વીકાર કરવાની તાકાત હોવી જોઈએ. આ વાત ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહી છે.હકીકતમાં સેનાધ્યક્ષને જ્યારે પૂછવામાં આવ્યુ કે, શું ભારત પણ દુશ્મનના ઠેકાણાને સમાપ્ત કરવા અમેરિકાની જેમ ડ્રોનનો ઉપયોગ કરી શકે છે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, અમને કોઈ પ્રોબ્લેમ નથી. બસ શરત માત્ર એટલી કે, આંતરરાષ્ટ્રીય સમુદાયથી કોઈ પ્રતીક્રિયા ન થવી જોઈએ.સેનાધ્યક્ષે કહ્યું કે, જ્યારે તમે ડ્રોન હુમલાની વાત કરો છો ત્યારે તમારે એ જોવું પડશે કે, કેવી રીતે ઈઝરાયલ તેનો ઉપયોગ કરે છે. તેમની પાસે જમીન પર સોર્સ રહે છે જે ગાડીઓ પર ધ્યાન આપે છે. તેઓ એ જણાવે છે કે, ગાડીમાં કોણ બેઠુ છે. તેઓ ઈલેક્ટ્રોનિક રીતે ગાડીને ચિન્હિત કરી દે છે. ત્યારપછી ડ્રોન ઉડાન ભરે છે અને તે ગાડી પર હુમલો કરી દે છે.સેના પ્રમુખે કહ્યું કે, હવે આવી વસ્તુઓ તે દેશમાં સંભવ છે. પરંતુ આપણા દેશમાં તમે જોયુ હશે કે અમે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજો સામે પણ કાર્યવાહી કરીએ છીએ તો કેવી રીતે તેનો વિરોધ કરવામાં આવે છે.તેમણે આગળ કહ્યું કે, ભારતમાં જે પ્રમાણે હવે અમુક પ્રવૃતિઓ આગળ વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે આપણે પણ આવા ડ્રોનની જરૂર છે. જનરલ બિપિન રાવતે આ વાત ૯મી વાઈબી ચૌહાણ મેમોરિયલ લેક્ચર દરમિયાન કહી હતી. જનરલ બિપિન રાવતે કહ્યું કે, તમારા ક્ષેત્રમાં અથવા તમારા ક્ષેત્રથી બહાર ભૂલો થશે. જો તમે ભૂલ સ્વીકારવાની તાકાત રાખો છો તો તેનો પણ એક રસ્તો છે. તે રસ્તો એવો નથી કે આપણે તેનો ઉપયોગ ન કરી શકીએ.

Related posts

સરકારી બેંકોમાં ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવા માટેની હિલચાલ

aapnugujarat

पंजाब और हरियाणा में शीतलहर : तापमान गिरा

aapnugujarat

बजट देश का: देश की महिला वित्त मंत्री चंद मिनट में खोलेंगी पिटारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1