Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સરકારી બેંકોમાં ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવા માટેની હિલચાલ

નાણામંત્રી અરુણ જેટલીએ આજે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત કરી હતી. જેટલીએ કહ્યું હતું કે, બેંકોમાં એનપીએની સ્થિતિને લઇને ચકાસણીની કામગીરી થઇ ચુકી છે. સરકારી બેંકોને ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવનાર છે. તેમણે કહ્યં હતું કે, આ રકમ માત્ર આરબીઆઈના અંકુશનો સામનો કરી રહેલા બેંકોમાં જ મુકવામાં આવશે નહીં બલ્કે એવી સરકારી બેંકોમાં પણ ઠાલવવામાં આવશે જેના પર આવનાર સમયમાં આરબીઆઈ મોટી લોન આપવા ઉપર અંકુશ મુકી શકે છે. તેમણે કહ્યું હતું કે, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સરાકીર બેંકોમાં ૪૨૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે આજે કેટલીક માંગણીઓ રજૂ કરી હતી અને સરકારી બેંકોમાં ૨૧૦૦૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવવાને લઇને સંસદની મંજુરી માંગી હતી. આની સાથે જ વર્તમાન નાણાંકીય વર્ષમાં બેંકો કુલ ફેર મૂડીનો આંકડો ૬૫૦૦૦ કરોડ રૂપિયાથી વધીને ૧.૦૬ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, આ રકમ વધુ સારા નાણાંકીય દેખાવવાળી બેંકોને આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, બેંકોની લોન આપવાની ક્ષમતામાં સુધારો પણ થયો છે. સરકારી બેંકોએ દરેક માપદંડ ઉપર સારુ કામ કર્યું છે. પ્રથમ છ મહિનાના ગાળામાં બેંકોએ ૬૦૭૨૬ કરોડ રૂપિયાની રિકવરી કરી છે. કેન્દ્રીય નાણાંકીય મામલાઓમાં સચિવ રાજીવ કુમારે કહ્યું છે કે, ૩ બેંક પીસીએના થ્રેસહોલ્ડ એકની હદમાં છે જ્યારે ૪-૫ બેંકોને આ વર્ષે વધુ રકમ આપવામાં આવશે. ૪-૫ બેંકો પીસીએની હદમાંથી બહાર નિકળી જશે. પીસીએની વ્યવસ્થા શું છે તેને લઇને પણ પ્રશ્નો થતાં રહે છે પરંતુ આનો જવાબ એ છે કે, પીસીએની વ્યવસ્થા હેઠળ બેંકો પાસેથી કેટલીક જોખમી ગતિવિધિથી દૂર રહેવા, કામકાજી ક્ષમતાને વધારવા અને મૂડીની સુરક્ષા ઉપર ભાર આપવા માટે કહેવામાં આવે છે. અનેક બેંકરોને ભય છે કે, પીસીએ પ્રોગ્રામ લાંબા સમય સુધી ચાલવાની સ્થિતિમાં મોટા અને લોન આપવાની ક્ષમતા રાખનાર ક્લાઇન્ટો છટકી જાય છે અને બેંકો વધારે નબળી પડી જાય છે. સરકરાનું માનવું છે કે, પીસીએ હેઠળ આ બેંકોને મુકવાથી લેવડદેવડ લાયક ખુબ રોકડ રકમ ફસાયેલી છે. સિનિયર બેંકરોનું કહેવું છે કે, પીસીએ બેંકોની જે ક્ષેત્રમાં ખુબ સારી ઉપસ્થિતિ છે તેમને પુરતા પ્રમાણમાં લોનની સ્થિતિ મળી રહી નથી. જેમ્સ એન્ડ જ્વેલરી જેવા કેટલાક સેક્ટરોને મળનાર લોનમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. જો કે, પીસીએ બેંકોના કુલ લોનના ૧૬થી ૨૩ ટકા હિસ્સાની રકમ બેડલોન તરીકે થઇ જવાના પરિણામ સ્વરુપે આરબીઆઈને પણ સિસ્ટમ બચાવવા માટે પગલા લેવાની જરૂર પડે છે. પીસીએ ફ્રેમવર્ક હેઠળ કેટલીક બેંકોને વિશેષ સુચનાઓ અપાઈ છે.

Related posts

प्रधानमंत्री आवास योजना की धीमी चाल से मोदी नाराज

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ ચાર વર્ષની ઉચ્ચ સપાટીએ

aapnugujarat

પેટ્રોલ-ડીઝલ ટૂંક સમયમાં જીએસટીના દાયરામાં આવતા સસ્તાં થશે : ધર્મેન્દ્ર પ્રધાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1