Aapnu Gujarat
રમતગમત

ઈંગ્લિશ ટીમમાં પંજાબી ક્રિકેટર ડેબ્યુ કરશે

ઇંગ્લેન્ડમાં બીજાએક પંજાબી ક્રિકેટરનો પ્રવેશ થયો છે. આ ક્રિકેટરનું નામ ગુરઅમરસિંહ વિર્દી છે. 21 વર્ષીય ગુરઅમર સિંહ (અમર વિર્દી) ને તેમની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરના કારણે આવનારા મહિનાથી શરૂ થતી વેસ્ટ ઈંડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ગુરઅમર માટે ઇંગ્લેંડની નેશનલટીમમાં સ્થાન બનાવવું એટલું સરળ નહોતું. તે તેના વજનના કારણે સરી ટીમમાંથી પણ બહાર થઈ ગયો હતો. પરંતુ સખત મહેનત કરીને તેણે માત્ર પોતાનું વજન જ ઉતાર્યું નહીં પરંતુ સિઝનની પહેલી મેચમાં જ 14 વિકેટ ઝડપીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધાં. ગુરઅમરસિંહ વિર્દીનો પરિવાર મૂળે પંજાબનો છે. જો કે તેમનો પરિવાર સીધો યુકે ગયો ન હતો. આ પહેલા તે કેન્યા અને યુગાન્ડામાં રહેતા હતા. ગુરઅમરના પિતા કેન્યા માટે જુનિયર ટેનિસ પણ રમી ચુક્યા છે. પરંતુ તેમન મોટા ભાઈએ ગુરઅમરને ક્રિકેટનો રસ્તો બતાવ્યો. ગુરઅમર સિંહે ફક્ત 13 વર્ષની ઉંમરે એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે રમવાનું શરૂ કર્યું હતું. એમ પણ જાણવા મળ્યું છે કે તેનું ક્રિકેટનું સપનું પૂર્ણ કરવા માટે ગુરઅમરે ખાનગી શાળાની શિષ્યવૃત્તિની ઓફરને પણ નકારી કાઢી હતી.

ગુરઅમર માટે ઇંગ્લેન્ડની ટીમમાં. પ્રવેશ મેળવવો સરળ નહોતું. તેમણે વર્ષ 2018માં કાઉન્ટી ચેમ્પિયનશીપમાં 39 વિકેટ મેળવી હતી તેથી તે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ જાન્યુઆરી 2019 માં, તે ઈજાના કારણે તણાવમાં આવી ગયો હતો. આ સમય દરમિયાન,ક્રિકેટના ડિરેક્ટર એલેક સ્ટુઅર્ટે ગુરઅમરને વજન ઓછું કરવાની સૂચના આપી હતી. ગુરઅમરને લય મેળવવામાં થોડા મહિના લાગ્યાં. પરંતુ જ્યારે તે પાછો ફર્યો,ત્યારે તેણે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું.ગુરઅમરે લોટ્ટીગમશાયર સામે રમાયેલી મેચમાં 14 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 8/61 અને બીજી ઇનિંગમાં 6/78 નું શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગયા મહિને કોરોના વાયરસ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડ vs વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમનાર 55 ક્રિકેટરોની યાદીમાં ગુરઅમરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુરઅમર હવે 30 ક્રિકેટરોની યાદી માં આવી ગયો છે જે ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે ગુરઅમર સિંહે અત્યાર સુધીમાં 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 69 વિકેટ ઝડપી છે.

Related posts

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં હાર્દિક ટીમનું નેતૃત્વ કરશે

aapnugujarat

૬૫ કિગ્રાની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં બજરંગ પુનિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ

aapnugujarat

કોહલી-સચીન કરતાં ધોની ચઢીયાતો : કપિલ દેવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1