Aapnu Gujarat
રમતગમત

કોહલી-સચીન કરતાં ધોની ચઢીયાતો : કપિલ દેવ

જ્યારે જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે ભારત માટે સચીન અને કોહલીને બેસ્ટ ગણવામાં આવે છે. ફેન્સ પણ આ બન્ને ક્રિકેટરો માટે દિવાના છે. પણ સૌથી પહેલીવાર ભારતને વર્લ્ડકપ અપાવનારા કેપ્ટન કપિલ દેવના મતે સચીને કોહલી નહીં પણ ધોની છે ભારતનો સૌથી મોટો ક્રિકેટર.
કપિલને જ્યારે ભારતનો સૌથી મોટો ક્રિકેટર કોન છેનો સવાલ કરવામાં આવ્યો તો તેમને ધોનીનું નામ લીધુ. હાલની પરિસ્થિતિમાં કોહલી સતત ઉંચાઇઓના શિખરે જઇ રહ્યો છતાં કપિલે કોહલી કે સચીનને નહીં પણ ધોની પર વિશ્વાસ દાખવ્યો હતો.
કપિલે કહ્યું કે, ધોની ભારતનો સૌથી મોટો ખેલાડી છે. તેને ૯૦ ટેસ્ટ રમી છે અને પછી કહ્યું ચાલો હવે યુવાઓને મોકો આપો. ધોનીએ આવુ જ કર્યુ, પોતાના દેશનો પોતાની જાતથી પહેલા મુકવા માટે તેને સલામ છે.
ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની બન્ને વર્લ્ડકપ ચેમ્પિયન કેપ્ટન છે. કપિલે ૧૯૮૩માં પહેલીવાર ઐતિહાસિક લોડ્‌ર્સ મેદાન પર વર્લ્ડકપ ટ્રૉફી ઉઠાવી હતી, જ્યારે ધોનીએ વાનખેડે સ્ટેડિયમમાં ફેમસ છગ્ગા સાથે ભારતને ૨૦૧૧નો વર્લ્ડકપ જીતાડ્યો હતો.
નોંધનીય છે કે, ધોનીએ ૨૦૧૪મા ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં વચ્ચેથી જ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૧૭માં તેને વનડેમાંથી પોતાની કેપ્ટનશીપને અલગ કરી દીધી હતી.

Related posts

वार्नर डे-नाइट टेस्ट से बाहर

editor

આઈપીએલ હરાજીમાં હેટમેયર પર લાગશે કરોડોની બોલી : હરભજન

aapnugujarat

ચેન્નાઈ સુપર અને કોલકાતા વચ્ચે આજે રોચક મેચ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1