Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ફ્રી માસ્કનું વિતરણ કરાયું

આજે જ્યારે સમગ્ર દેશમાં કોરોના જેવો જીવલેણ વાયરસ ફેલાયેલો છે ત્યારે આ વાયરસ સામે લડવા તેમજ સાવચેતી રાખવા માટે તેમજ મોં પર માસ્ક પહેરી રાખવા માટે બહેરામપુરા ખોડીયાર નગર શ્રમજીવી વિસ્તારેમાં જાગૃતિ લાવવા માટે ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે ૨૫૦થી ૩૦૦ લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ભગીરથ કાર્ય બહેરામપુરા વિકાસ સંઘના પ્રમુખ ઉપેન્દ્ર બુકેલીયા, મહામંત્રી મિકીભાઈ ભુરા, ઠાકોર સેના દાણીલીમડાના પ્રમુખ લક્ષ્મણ ભાઈ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવિણ વેગડા, એપિક ફાઉન્ડેશનના પ્રમુખ મિલન વાઘેલા, સામાજિક કાર્યકર વાસુભાઈ, સુરેશ મારવાડી સ્થાનિક સામાજિક કાર્યકર વિકીભાઈ, અલ્તાફભાઈ, પંકજભાઈ તેમજ અનેક સામાજિક કાર્યકરના સહયોગથી આ આયોજન સફળ બનાવવામાં આવ્યું હતું અને લોકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ખાસ ઉંમરલાયક વડીલોને વધારે જાગૃત કરવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)

Related posts

સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત વોટર ATM  શરૂ થશે

aapnugujarat

દાહોદ તાલુકાના ખરેડી ગામે એક મકાનમાં આકસ્મીક આગ લાગતાં સંપુર્ણ મકાન બળીને ખાખ : અંદાજે ૧૦ લાખનું નુકસાન

aapnugujarat

મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત “નવરાત્રી (દશેરા)” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

editor

Leave a Comment

UA-96247877-1