Aapnu Gujarat
ગુજરાત

મોબાઈલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત “નવરાત્રી (દશેરા)” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

ભરતસિંહ પરમાર, સુરેન્દ્ર્નગર

માહિતી બ્‍યુરો સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીશ્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે.

જે અન્વયે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જન્મ તા. ૩૧-૧૨-૨૦૨૧ ને ગણતા જે બાળકોની વય ૮ થી ૧૩ વર્ષની થાય તે બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

પ્રત્યેક સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર ઓછામાં ઓછા સાત કલરનો ઉપયોગ કરી “નવરાત્રી (દશેરા)” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી, તેની સાથે સ્પર્ધકનું આધાર કાર્ડની ઝેરોક્ષ જોડી આગામી તા.૧૮/૧૦/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, એ-૫, ગ્રાઉન્ડ ફ્લોર, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગરની કચેરીએ મોકલવાની રહેશે.

રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ|. ૨૫,૦૦૦/-, દ્વીતીય વિજેતાને રૂ|. ૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ|. ૧૦,૦૦૦/- ના ઈનામો તેમજ અન્ય સાત વિજેતાઓને પ્રતિ સ્પર્ધક રૂ|. ૫,૦૦૦/- નું આશ્વાસન ઈનામ આપવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

Related posts

સામાજિક સમરસતા સમિતી વિરમગામ દ્વારા “રક્ષાબંધન સ્નેહ સંમેલન”યોજાયુ

aapnugujarat

બનાસડેરી ચૂંટણીઃ શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

editor

સિંચાઈનું પાણી ન મળતા શાકભાજીનું વાવેતર ઘટ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1