Aapnu Gujarat
ગુજરાત

સામાજિક સમરસતા સમિતી વિરમગામ દ્વારા “રક્ષાબંધન સ્નેહ સંમેલન”યોજાયુ

રક્ષાબંધન પાવન પર્વ એ સમગ્ર સમાજને સ્નેહના તારથી એક સાથે જોડતો તહેવાર છે.. 28/08/18ને મંગળવારે સાંજે 5.00 કલાકે ધર્મજીવન સ્કુલ વિરમગામ ખાતે માનવ સેવા આશ્રમ, સરસાવડીના વસંતદાસ કાળીદાસ સાધુ, બ્રહ્માકુમારીના ધર્મિષ્ઠા દીદી, રાજુભાઇ, સાર્દુલભાઇ રાજપાલ, ભરતસિંહ મકવાણા સહિતના મહેમાનોના વરદહસ્તે દિપપ્રાગટ્ય કરીને “રક્ષાબંધન સ્નેહ સંમેલન”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભારતમાતાના સૌ સંતાન ભાગીદાર બની, સામાજીક સમરસતા તરફ અગ્રેસર થઇ ભારતમાતાને પુનઃ વિશ્વગુરૂના સ્થાન પર પહોંચાડવાના શુભ સંકલ્પ સાથે રક્ષાબંધન સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સામાજીક સમરસતાના આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકાના ગામોમાંથી વિવિધ સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકબીજાને રક્ષા બાંધી હતી. કાર્યક્રમના અંતે સામાજીક સમરતાનો સંકલ્પ લેવડવવામાં આવ્યો હતો. “રક્ષાબંધન સ્નેહ સંમેલન” કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુપેન્દ્રભાઇ પટેલ (સંયોજક), હરેશભાઇ સોનેજી (સહ સંયોજક) તેજશભાઇ વજાણી, પ્રિયંકાબેન વ્યાસ, પોલાભાઇ, કાન્તિભાઇ ઠાકોર, દિલીપભાઇ ધાંધલ સહિત સામાજિક સમરસતા સમિતી વિરમગામના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
માનવ સેવા આશ્રમ, સરસાવડીના વસંતદાસ કાળીદાસ સાધુએ જણાવ્યુ હતુ કે, આપણા બધાના દેહ જુદા છે પરંતુ આત્મા એક જ છે. આકાર જુદા છે નિરાકાર એક જ છે. શાંતિનું ધામ સત્સંગ છે, દેહનો રાજા મન છે. જ્ઞાતિ જાતી વિવાદ એ અજ્ઞાન છે. ઇશ્વરના બધા સંતાનો એક જ છે.
ગુજરાત પ્રાન્તની સમાજીક સમરસતા સમિતીના સદસ્ય સાર્દુલભાઇ રાજપેલે જણાવ્યુ હતુ કે, વસુધૈવ કુટુંબકમની આપણી ભાવના રહેલી છે. આપણો આત્મા એક છે, આપણા સૌના લોહી પણ એક છે. આપણે દરેક ભાઇ બહેન છીએ. ડો.બાબાસાહેબ આંબેડકર તથા ડો.હેડગેવારજી એ હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કર્યુ છે. દરેક ભાઇ બહેન હિન્દુ સમાજનું અભિન્ન અંગ છે. આપણે સૌ ભારતમાતાના સંતાનો છીએ, આપણે સૌ એક છીએ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં જોડાઇએ.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

આચારસંહિતના ભંગ સંદર્ભે પંચ દ્વારા મોદીને ક્લિનચીટ

aapnugujarat

પંચમહાલ જીલ્લામાં શિયાળુ ખેતી માટે વાવણી શરૂ

editor

બોડેલી ખત્રી વિદ્યાલય અને એમ ડી આઈ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1