Aapnu Gujarat
ગુજરાત

બોડેલી ખત્રી વિદ્યાલય અને એમ ડી આઈ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઇ

કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારી ઓફિસ છોટાઉદેપુર અને ખત્રી વિદ્યાલય બોડેલીના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓ અને બહેનોની વુશુ સ્પર્ધા ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે યોજાઇ હતી જેમાં સંખેડા તાલુકાના ધારાસભ્ય અભેસિંહ તડવી તથા જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ સિંહ ચૌહાણ છોટાઉદેપુર જીલ્લા હેડ કોચ દિનેશ એસ.વી.એસ કન્વીનર સંજય શાહ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૨૦૦ની આસપાસ રમતવીરો ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. ગામના બાળકોએ રમતનો ભરપૂર લાભ લીધો અને સાથે સાથે શાંતિમય વાતાવરણમાં રમતની શરૂઆત થઈ હતી.૧૦૮ની સેવાઓ પોલીસની સેવાઓ અને સાથે સાથે અલી ખેરવા જુથ ગ્રામ પંચાયતની સેવાઓ ઉપલબ્ધ રહી હતી. આ સાથે જિલ્લા રમતગમત અધિકારીએ ખત્રી વિદ્યાલયના આચાર્ય અને કેળવણી મંડળનો આભાર વ્યક્ત કરતા તેમણે પુરી પાડેલી સગવડોથી ખૂબ પ્રભાવિત થયા હતાં.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

૭૦ વર્ષ બાદ અમેઠીમાં કલેક્ટર ઓફિસ બની છે : શાહના પ્રહારો

aapnugujarat

તેલના ભાવ વધારાથી મધ્યમવર્ગની હાલત કફોડી

aapnugujarat

ગુજરાતને રક્ષા-એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1