Aapnu Gujarat
ગુજરાત

તેલના ભાવ વધારાથી મધ્યમવર્ગની હાલત કફોડી

દેશમાં મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. તેના કારણે મધ્યમ અને ગરીબ પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે. એક તરફ સરકાર મોટા મોટા ખર્ચ કરી રાજકીય કાર્યક્રમમાં પૈસા વેડફી રહી છે તો બીજી તરફ મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઇ છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ, ડિઝલ, તેલ,રાંધણગેસ, ખાદ્યચીજવસ્તુઓ જેવી અનેક જીવન જરૂરી ચિજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો આયવો છે. ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચાશે કે કેમ અને ખેંચાશે તો કેટલો ઓછો થશે ? એક તરફ રોજગારી વ્યક્તિઓને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તેટલી પણ મળી નથી રહી. ત્યારે સરકારે મોંઘવારીને લઇને કંઇક વિચારવું જોઇએ તેવી પણ નાગરીકોની માંગ થઇ રહી છે.
પોરબંદર સહિત ભારત દેશમાં રહેતા નાગરીકોને મોંઘવારી હવે એટલી હદે નડી રહી છે કે લોકોને જીવન પસાર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે દરેક સવારે કાંઇક ને કાંઇક ચીજવસ્તુના ભાવ વધી રહ્યાં છે. મોંઘવારીના મુદ્દે વિરોધ પક્ષ પણ મેદાને આવ્યું છે. અનેક વખત મોંઘવારીના ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આમ છતાં સરકાર ભાવ ઓછો કરવાનું વિચારતી નથી. મોંઘવારીના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઇ ગયું છે. કારણ કે રાંધણગેસમાં દર મહિને અંદાજે ર૦ થી રપ રૂપિયાનો ભાવ વધી રહ્યો છે. હાલ રાંધણગેસનો ભાવ ૯૭૦ થી વધુ પહોંચી ગયો છે. જેના કારણે પણ મધ્યમ અને ગરીબ પરિવારોને ગેસનો ચુલ્લો પણ સળગાવો પણ જીવ બળે તેવું લાગે છે. કારણ કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. બીજી તરફ રોજગારી પણ પૂરતી મળી નથી રહી. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના મહામારીએ લોકોની આર્થિક સ્થિતી નબળી કરી નાખી છે. તો હવે મોંઘવારી ડબલડોઝ લોકોને મળી રહ્યો હોય તેમ દરેક ચિજવસ્તુઓમાં ધરખમ ભાવ વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષના તેલની બજારની વાત કરીએ તો કપાસીયા ૭૦, મકાઇ-સનફલાવર જેવા તેલમાં ૬૦૦ થી લઇ ૭૦૦ સુધીનો વધારો આવ્યો છે. એટલે કે જે ડબ્બો એક વર્ષ પુર્વે ર૧૦૦ થી રર૦૦ સુધીનો મળતો હતો તે હવે ર૭૦૦ થી ર૮૦૦ સુધીનો મળી રહ્યો છે. આના કારણે પણ મધ્યમ વર્ગનું બજેટ રફેદફે થઇ ગયું છે. વેપારી આલમમાંથી મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી રહ્યાં છે તેમજ છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડોનેશીયાએ નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો કપાસીયા તેલનો ભાવ ર૬પ૦ થી ર૭પ૦, સીંગતેલ ર૭૦૦ થી ર૮૦૦, મકાઇ ર૪૦૦ થી ર૪પ૦, સનફ્લાવર ર૭૦૦ થી ર૮૦૦ આ ભાવ પરથી જ ખ્યાલ આવે છે કે કેટલો ભાવ વધી રહ્યો છે. આ ભાવ વધારાના કારણે છેલ્લા અઠવાડિયામાં તેલના ડબ્બામાં ૭૦ થી ૮૦ રૂપિયા જેટલો ભાવ વધ્યો છે. આ અસાધારણ ભાવ વધાના કારણે મધ્યમવર્ગના લોકો ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવી રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ થોડા દિવસો પહેલા મોંઘવારીનો વિરોધ કર્યો હતો. મોંઘવારીના મુદ્દે રેલી, સભા જેવા કાર્યક્રમો પણ કર્યા હતા. આ મોંઘવારીમાં ભાવ ઓછો કરવાનું સરકાર કોઇ ઠોસ કદમ નહીં ઉઠાવે તો મધ્યમ વર્ગનો પરિવાર એક જ ટાઇમ પોતાના ઘરનો ચુલ્લો ચાલુ કરશે તેવું આ ભાવ વધારા ઉપરથી લાગી રહ્યું છે.

Related posts

વડોદરા જિલ્લાના ખેડૂતો પપૈયા અને કેળ જેવા પાકોને બચાવવા ક્રોપ કવરની પધ્ધતિ અપનાવી રહ્યા છે

aapnugujarat

औषधीय तत्वों से भरपूर आमला का सेवन करें। जाने आमले से कितने फायदे होते है।

aapnugujarat

साबरमती में गणेश विसर्जन नहीं करने देने प्रशासन तैयार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1