Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતને રક્ષા-એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

ભારત સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટેના સંરક્ષણ સાધનોને દેશમાં જ બનાવવા માટે ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેઇક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયાના અભિયાન દ્વારા સ્વદેશીકરણને પ્રોત્સાહન આપ્યું છે. સ્થાનિક કક્ષાએ ઉત્પાદન કરીને સંરક્ષણના સાધનો પર આયાત ખર્ચ ઘટાડવાનો કેન્દ્ર સરકારે ઉદ્દેશ રાખ્યો છે. આ માટે ’મેક ઇન ઇન્ડિયા’ અભિયાન સાથે એફડીઆઈ નીતિનું ઉદારીકરણ, ઔદ્યોગિક લાઇસન્સિંગ પ્રક્રિયાઓની સરળતા અને સંયુક્ત સાહસ માટે ૫૧% ના એકમાત્ર ભારતીય માલિકીની આવશ્યકતાને દૂર કરી છે, એટલું જ નહીં, સરકારે ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસીજર (ડીપીપી ૨૦૧૬) જેવી નિષ્ક્રીય નીતિ સુધારીને વિદેશી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સના સહયોગથી આજે આ ક્ષેત્રના ઉદ્યોગોમાં રસ ઉત્પન્ન થયો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં “મેક ઇન ઈન્ડિયા” પહેલના ભાગરૂપે ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ સંરક્ષણ-ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી – ૨૦૧૬ જાહેર કરી છે. મજબૂત માળખાકીય સુવિધા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિશાળ ફલકને ધ્યાને લેતા સંરક્ષમ સાધનોના ઉત્પાદન માટે રાજ્યમાં સાનુકુળ વાતાવરણ છે. જેને ધ્યાને લઇને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૧૯માં કેન્દ્રીય રક્ષામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારના સંરક્ષણ સાધનોના ઉત્પાદન વિભાગના સચિવની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ ૧૮ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ ‘ઓપર્ચ્યૂનિટીઝ ફોર ઈન્ડસ્ટ્રી ઈન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ’ વિષય પર વિશેષ સમિનારનું આયોજન કરાશે. ભારતમાં સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં ઉભરતી તકો વિશે ચર્ચા-વિચારણા કરવા માટે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, સંરક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષણજગતના નિષ્ણાતોને એકમંચ ઉપર લાવવામાં આવશે. આ સેમિનારમાં બે સત્ર યોજાશે. શરૂઆતમાં પ્લેનરી સેશન બાદ દ્રિતિય સત્રમાં ટેકનોલોજી વિષયક મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવશે. કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામન પ્રારંભિક સત્રમાં મુખ્ય વક્તવ્ય આપશે. સંરક્ષણ સાધનોના ઉત્પાદનના કેન્દ્રીય સચિવ ડૉ. અજય કુમાર, ભારતી સેનાના વીએસએમ એડીસી, ડીસીઓએએસ (પી એન્ડ એસ) ના લેફ્‌ટનન્ટ જનરલ એસ. શાસ્બનીસ, કલ્યાણી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બાબા કલ્યાણી પણ ઉપસ્થિત રહીને સેમિનારમાં સંબોધન કરશે. સેમિનારના બીજા ભાગમાં ઈન્ડિયન એરફોર્સના એસીએએસ (પ્લાન્સ) ના અતિ વિશિષ્ઠ મેડલથી સન્માનિત બી.ક્રિષ્ણા, આર્મી ડિઝાઈન બ્યુરોના એડીશનલ ડીરેક્ટર જનરલ અને સેવા મેડલથી સન્માનિત મેજર જનરલ એ.કે.ચન્નન, એરોનોટીકલ ડેવલપમેન્ટ એજન્સીના ડીરેક્ટર અને કોમ્બેટ એરક્રાફ્‌ટના પ્રોગામ ડિરેક્ટર ડૉ. ગિરિશ એસ દેવધારે, ઉદ્યોગપતિઓ, લૉકહેડ માર્ટિન એરોનોટિક્સ કંપનીના સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ ડૉ. વિવેક લાલ, એરબસ ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડન્ટ અને એમડી આનંદ ઇ સ્ટેનલી સહિતના નિષ્ણાતો સંરક્ષણ ક્ષેત્રમાં વેન્ડર વિકાસ, સ્વદેશીકરણની તકો, આયાતની અવેજી અને ગુજરાતને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા સહિત વિવિધ વિષયો ઉપર વિચાર-વિમર્શ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આ સેમિનાર દ્વારા સંરક્ષણ મંત્રાલય, ઈન્ડિયન એરફોર્સ, ભારતીય સેના તેમજ ફોરેન ઓરીજનલ ઈક્વીપમેન્ટ મેન્યુફેક્ચર્સના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવાની તક મળશે.

Related posts

ફૂલેત્રા ગામ પાસેથી કેમિકલયુક્ત પાણી ભરેલુ ટેન્કર પકડાયું

aapnugujarat

ફોરેન્સિક લેબમાં ૧૫૪ વ્યક્તિના નાર્કો ટેસ્ટ થયાં : જાડેજા

aapnugujarat

હૃદયના ધબકારા થંભાવી દે તેવો મતગણતરી ડ્રામા રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1