Aapnu Gujarat
ગુજરાત

ફૂલેત્રા ગામ પાસેથી કેમિકલયુક્ત પાણી ભરેલુ ટેન્કર પકડાયું

કડી તાલુકાના ફૂલેત્રા ગામની સીમમાં રાત્રિ દરમ્યાન કેમિકલયુક્ત દૂષિત પાણી ખાલી કરવા આવેલા શખ્સોને કડી પોલીસે ટેન્કર સાથે ઝડપી પાડ્યા હતા. કડી પોલીસે પ્રદુષણ ફેલાવી પર્યાવરણને નુકશાન કરવા બાબતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવાવરું જગ્યાઓ જેવી કે ગૌચર, પડતર જમીન કે નર્મદા કેનાલની બાજુની જગ્યામાં રાત્રીના સમયે અંધકારમાં કેમિકલનો ઉપયોગ કરતા કેટલાક ઉદ્યોગપતિઓ માણસો રાખી કેમિકલયુક્ત દૂષિત પાણી ઠાલવી દેવામાં આવે છે જેવી ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યાં કડી પોલીસ મથકના એ.એસ.આઈ.ભગવાનજી ઠાકોર ખાનગી બાતમીને આધારે કેટલાક શખ્સો કેમિકલયુક્ત દૂષિત પાણી ખાલી કરવા આવેલા શખ્સોને કેમિકલયુક્ત દૂષિત પાણી ભરેલા ટેન્કર સાથે ઝડપી લીધા હતા.
ટેન્કરને બાતમીને આધારે ઉભું રખાવતા ચાલક ટેન્કર નં. જીજે૦૧બીટી ૮૬૩૭ મૂકી ફરાર થઈ ગયો હતો. પણ ટેન્કરમાં બેઠેલા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે લગભગ ૧૦ હજાર લિટર જેટલું દૂષિત પાણી કબજે કર્યું છે. પોલીસે વાઘેલા ભરતસિંહ વિક્રમસિંહ ટેન્કર ચાલક રહે.વિડજ તા.કડી, પટેલ રોનક રતીશભાઈ રહે.નાની કડી ,પટેલ કામેશ હિતેશભાઈ રહે.સિટીપાર્ક સોસા.કડી, પટેલ મુર સંજયભાઈ રહે.૨૬-રાજસિટી સોસા.કડીને ઝડપી લઈ પ્રદુષણ અધિનિયમ ૧૯૮૧ની કલમ ૩૭,પાણી પ્રદુષણ તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કપડાં વિતરણ કરાયા

editor

ભાવનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સનુ સન્માન કરાયુ

editor

૩૬૦૯૫ ખેડૂતો પાસેથી મગફળીની થયેલી ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1