Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ જીલ્લામાં શિયાળુ ખેતી માટે વાવણી શરૂ

પંચમહાલ જીલ્લો કૃષિપ્રધાન જીલ્લો છે. અહીં મુખ્યત્વે મકાઈ અને ડાંગરની ખેતી કરવામા આવે છે.પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ પંથકમાં ખેડૂતો હવે શિયાળા પાકની વાવણી કાર્યમાં જોડાયા છે.પંચમહાલના પુર્વોતર વિસ્તારમાં પિયતની વ્યવસ્થા ન હોવાને કારણે અહીં ચોમાસા પર આધાર રાખવો પડે છે. અહીં જે ખેડુતો પાસે કુવા, બોરવેલ સહિતની વ્યવસ્થા છે તેમની પર આધાર રાખીને ખેતી કરતા હોય છે. ચોમાસાની હવે વિદાય થઈ ગઈ છે જેમાં મકાઈનો પાક પણ હવે તૈયાર થઈ ગયોછે પણ અહીં શિયાળામાં પણ મકાઈનો પાક કરતા હોય છે. શિયાળામાં હવે ખેતરો ખુલ્લાં થતા ખેડૂતો હવે શિયાળાની વાવણીમાં જોડાયા છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અલ્પેશ ભાજપમાં જોડાય શકે છે : નીતિન પટેલ સાથે બેઠક

aapnugujarat

ધોરાજીમા પાટણવાવ પ્રા.સ્કૂલ ખાતે સંવેદના દિવસની ઉજવણી કરાઈ

editor

નર્મદા ડેમના પાણીના મામલે ગુજરાતના મુખ્ય સચિવનો મોટો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1