Aapnu Gujarat
ગુજરાત

સિંચાઈનું પાણી ન મળતા શાકભાજીનું વાવેતર ઘટ્યું

ઉનાળામાં સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી જેના કારણે દરરોજ ઉપયોગમાં લેવામાં આવતા શાકભાજીનું વાવેતર ઘટ્યું છે. જેથી શાકભાજી અન્ય રાજ્યમાંથી મંગાવવાની ફરજ પડી રહી છે. જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે.ખેડૂતોની હાલત અત્યારે કફોડી થઇ રહી છે. કારણ કે સિઝનમાં ઉગતા શાકભાજીનું પ્રમાણ ઘટ્યું છે. કારણકે સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવતું નથી અને એટલે જ ભાવ વધારો થઇ રહ્યો છે. અત્યારે ઘણા શાકભાજી અન્ય રાજ્યોમાંથી મંગાવવા પડે છે. જેથી અન્ય ખર્ચ પણ વધવાના કારણે ભાવ વધારો થઇ રહ્યો છે. અત્યારે ઉનાળાની સિઝનમાં ગલકા, પરવળ, ગુવાર, ચોળી, દુધી,મરચા જેવા શાકની અવકમાં ૩૦ ટકા ઘટાડો નોંધાયો છે.મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ તમામ શાકભાજીનું વાવેતર વધારે થાય છે. આ વિસ્તાર પણ ખેતી માટે નર્મદાના સિંચાઈના પાણી પર નિર્ભર છે. આ વખતે વરસાદ ઓછો છે. જેથી સિંચાઈનું પાણી નહીં મળતા આ શાકભાજીનું વાવેતર ઘટ્યું છે. જેથી હાલમાં અન્ય રાજ્ય જેવા કે પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધપ્રદેશ, રાજસ્થાન અને એમપીથી શાકભાજી મંગાવાઇ રહ્યુ છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે.

Related posts

વડોદરા શહેર-જિલ્લામાં ફોટાવાળી મતદાર યાદીની સઘન સ્વરૂપે સંક્ષિપ્ત સુધારણાનો પ્રારંભ

aapnugujarat

અમરાઈવાડીમાં યુવકે સગીરાને એસિડ છાંટવાની ધમકી આપી

aapnugujarat

એહમદ પટેલ અને શકિતસિંહ ચૂંટણી નહીં લડે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1