Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં થૂંકનારાઓને સામે ઝૂંબેશમાં ૪૮,૭૦૦ રુપિયાનો દંડ વસૂલ્યો

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકનારા વ્યક્તિને દંડ આપવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં ગમે તે જગ્યાએ થૂંકે છે અને અસ્વચ્છતા ફેલાવે છે તો તે વ્યક્તિ કેમેરામાં કેદ થઈ જાય છે અને તેને દંડ ભરવો પડે છે. ત્યારે ૬ મે થી ૧૨ મે સુધી જાહેરમાં થૂંકનારા ૪૧૨ લોકો પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ૪૮,૭૦૦ રુપિયાનો દંડ વસૂલ્યો છે.આ ઉપરાંત જાહેરમાં પેશાબ કરનારા ૧૩૭ લોકો પાસેથી ૧૧,૩૫૦ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બાદલ ૧૦૦૦ લોકો પાસેથી ૫,૯૮,૮૫૦ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્યારે આમ સરેરાશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૬૪૦ લોકો પાસેથી કુલ ૧૨,૫૪,૧૫૦ રુપિયા દંડ વસૂલવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી થોડાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જાહેરમાં થૂંકનાર કે પેશાબ કરનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. તો આ તરફ ટ્રાફિકને લઈને પણ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આખા અમદાવાદમાં હવે કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં છે અને જે વ્યક્તિ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો પ્રતીત થાય કે તરત દંડ ફટકારવામાં આવે છે.

Related posts

વીએસ સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે સાબિત થશે

aapnugujarat

પર્યાવરણ જાળવી રાખવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે : રમણભાઈ પાટકર

aapnugujarat

શહેરમાં ઠેર-ઠેર કપચી-ધુળ તેમજ રખડતી ગાયોનો ત્રાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1