Aapnu Gujarat
ગુજરાત

વીએસ સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે સાબિત થશે

શહેરમાં વીએસ હોસ્પિટલની બાજુમાં નવનિર્મિત હોસ્પિટલ સરદાર વલ્લભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી અને સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ થશે. આખા દેશમાં આ પ્રથમ સૌથી મોટી સરકારી હોસ્પિટલ હશે. હોસ્પિટલમાં ૧૫૦૦ બેડ, ૩૨ ઓપરેશન થીએટર હશે. પેપરલેસ હોસ્પિટલ બનશે, તમામ વિગતો ઓનલાઈન હશે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ હાઇટેક ૧૭ માળની હોસ્પિટલમાં તમામ માળ પર એક ટ્યૂબ ગોઠવાઈ છે. ટયૂબ દ્વારા તમામ રિપોર્ટ એક માળથી બીજા માળે મોકલાશે. સમયને અનુરૂપ આધુનિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદની આ સૌથી ઉંચી ઇમારત છે. ઉલ્લેખનીય છે કે પહેલેથી શહેરમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તો છે જ. પરંતુ હવે સાથે-સાથે શહેરમાં દેશની પણ સૌથી મોટી એવી સરકારી હોસ્પિટલનું નિર્માણ થશે. કે જેનું ઉદ્ધાટન ઁવડાપ્રધાન મોદીનાં હસ્તે ૨૦૧૯માં કરવામાં આવશે. જેમાં અત્યંક આધુનિક સુવિધાઓથી તેને સજ્જ કરવામાં આવશે. જેમાં ૧૫૦૦ બેડ, ૩૨ ઓપરેશન થીએટર રૂમ પણ હશે. આ હોસ્પિટલની સૌથી મોટી ખાસિયત તો એ હશે કે અહીં કંઇ પણ કાર્ય પેપરલેસ રહેશે. જેની તમામ વિગતો અહીં ઓનલાઇન હશે. આ હોસ્પિટલ ૧૭ માળથી તૈયાર કરવામાં આવશે અને અમદાવાદની આ સૌથી ઉંચી ઇમારત કહેવાશે. અમદાવાદની સૌથી ઊંચી ઇમારત ૧૭ માળ અને હેલીપેડ સાથે બનવાની છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંર્તગત રૂ. ૫૮૨ કરોડના ખર્ચે નિર્માણાધિન સરદાર વલ્લભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચની નિરીક્ષણ મુલાકાત લીધી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ અદ્યંતન આરોગ્ય ધામ રાજ્યની અને અમદાવાદની જનતાને સમર્પિત થવાનું છે તેમ વિજયભાઈ રૂપાણીએ હોસ્પિટલના નિરીક્ષણ બાદ જણાવ્યું હતું. આગામી જાન્યુઆરી ૨૦૧૯ માં આ સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલ કાર્યરત થઇ જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી તેનું લોકાર્પણ કરશે એમ તેમણે ઉમેર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલ ૭૮ મીટર એટલે કે અમદાવાદની સૌથી ઊંચી ઇમારત ૧૭ માળ અને હેલીપેડ સાથે બનવાની છે. અહીં સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસેલિટીઝ ઉપરાંત૧૫૦૦ પથારી ની ક્ષમતા૧૩૯ આઇ.સી.યુ બેડ્‌સ, ૩૨ ઓપરેશન થિયેટર ન્યુમેટિક ટ્યુબ દ્વારા બ્લડ સેમ્પલ રિપોર્ટ અને દવાઓની હેરફેર તેમજ અતિ આધુનિક તબીબી સારવાર સેવાઓ મળશે. વિજય રૂપાણીએ કહ્યું કે ગરીબમાં ગરીબ માનવી અને જરૂરતમંદ વ્યક્તિ પરિવારોને સરળતાએ અને રાહત દરે અદ્યતન સારવાર મળી રહે તેવી સરકારની નેમ આ આરોગ્ય પ્રકલ્પ સાકાર કરશે.

Related posts

પાસ કોર કમિટિના સભ્યોની આજે હાર્દિક સાથે મિટિંગ

aapnugujarat

શાકભાજી સસ્તી પણ ઊંધિયાના ભાવ આસમાને

aapnugujarat

હવે મિથિલાના ઐતિહાસિક પુસ્તકનું વિમોચન કરતાં મુખ્યમંત્રી રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1