Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં પીએસઆઇ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આપઘાત

વડોદરા શહેરની અલકાપુરી પોલીસ ચોકીમાં પીએસઆઇ એસ.એસ. જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો, બીજીબાજુ, આ ઘટનાને પગલે રાજયભરના પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પીએસઆઇ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે પોલીસ હાલ તો, કામના ભારણના કારણે પીએસઆઇ જાડેજાએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ.જાડેજાએ અલકાપુરી પોલીસ ચોકીમાં જ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. બનાવને પગલે વડોદરા પોલીસમાં દોડધામ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પીએસઆઇના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પીએસઆઇએ લખ્યું છે કે, પીએસઆઇની નોકરી મારાથી થાય તેમ નથી, મને માફ કરશો. પીએસઆઇની આત્મહત્યાને પગલે બીજીબાજુ, રાજયભરના પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ છે. ખાસ કરીને વડોદરા સહિત રાજય પોલીસ તંત્રમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીએસઆઇ જાડેજાએ કામના ભારણના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, પોલીસે હજુ મામલાની ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. પોલીસને મૃતક પીએસઆઇ જાડેજા પાસેથી એક ડાયરી પણ મળી આવી હતી, જેની પણ તપાસ ચલાવાઇ રહી છે.

Related posts

कर्फ्यू का उल्लंघन करने पर 343 लोग गिरफ्तार

editor

૧૧૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૭૫ ટકા જેટલું ઉંચુ મતદાન

aapnugujarat

ગુજરાતમાં જુલાઈ અંત સુધીમાં સિઝનનો ૪૧% જેટલો વરસાદ

editor

Leave a Comment

UA-96247877-1