Aapnu Gujarat
Uncategorized

ફિલિપાઈન્સ : પ્રચંડ તોફાનથી લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા

ફિલિપાઇન્સમાં પ્રચંડ વાવાઝોડા અને તોફાનના કારણે હાલત કફોડી બનેલી છે. અહીં હજુ સુધી સત્તાવારરીતે ૧૪ લોકોના મોત થઇ ચુક્યા છે અને અનેક લોકો લાપત્તા થયેલા છે. ૪૦થી વધુ લોકોના મોત થયા હોવાની દહેશત પ્રવર્તી રહી છે. હજારોની સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પ્રચંડ વાવાઝોડાના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફિલિપાઇન્સમાં પ્રચંડ તોફાન મેગખુટે આતંક મચાવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને અસર થઇ છે. ૩૨૫ કિલોમીટરની ઝડપે પ્રચંડ પવન ફુંકાયો છે. બચાવ અને રાહત કામગીરીમાં વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરિયામાં પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે. જો કે, લૂજોનમાં વ્યાપક તારાજી સર્જ્યા બાદ તોફાન હવે દક્ષિણી ચીન દરિયા તરફ આગળ વધ્યું છે. આ ઉપરાંત હાઇ-રિસ્ક એરિયામાં આવતા ૮૭,૦૦૦ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ સિવાય જ્યાં સુધી પૂરની સ્થિતિ પૂર્ણ ના થાય ત્યાં સુધી લોકોને પોતાના ઘરે પરત નહીં ફરવાની ચેતવણી આપવામાં આવી છે. શનિવારે કેગ્યાન પ્રોવિઅન્સમાં ૨૦૯ કિમી/કલાકની ઝડપે નોર્થ-ઇસ્ટમાં ત્રાટક્યું હતું. જે રવિવારે સાઉથ ચાઇના તરફ આગળ વધી રહ્યું છે. મંગખુટ વાવાઝોડું ૯૦૧ કિમીના એરિયામાં ત્રાટકેલા વાવાઝોડાંમાં હજુ પણ મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. ૨૦૯ કિમી/કલાકની ઝડપ સાથે અહીં ૨૩ ફૂટ (૨૭૬ ઇંચ) વરસાદ થયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ભૂસ્ખલનમાં લોકોના મોત થયા છે. સ્થાનિક ઓથોરિટીએ ૪ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે. વાવાઝોડાંના કારણે ૧૫૦ ઇન્ટરનેશનલ ફ્‌લાઇટ્‌સ કેન્સલ કરવામાં આવી છે. વાવાઝોડાં મંગખુટના કારણે દેશના ઉત્તર ભાગમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે. ફિલિપાઇન્સના લુઝોન દ્વિપને નષ્ટ કર્યા બાદ મંગખુટ હવે ઇસ્ટમાં ચીન તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ૧૫મું ચક્રવાત છે જે ફિલિપાઇન્સમાં ત્રાટક્યું છે. ફિલિપાઇન્સ ડિઝાસ્ટર- પ્રોન દેશોમાંથી એક ગણાય છે. મંગખુટ આ વર્ષનું સૌથી શક્તિશાળી અને વિનાશક વાવાઝોડું છે. મંગખુટના કારણે ફિલિપાઇન્સમાં ઘરોની છત ઉડી ગઇ છે, મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે અને ૪૨ જગ્યાએ ભુસ્ખલન થયું છે. વાવાઝોડું, ભારે વરસાદ અને પૂરના કારણે ૫૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિશ્વ હવામાન સંસ્થાએ આ વાવાઝોડાંને હાલના વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાત ગણાવ્યું છે. એક પૂર્વાનુમાન અનુસાર, રવિવારે બપોર સુધી મંગખુટ વાવાઝોડું હોંગકોંગ નજીકથી પસાર થશે. નજીકના મકાઉમાં લોકો વાવાઝોડાંથી બચવાની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે. મંગખુટ મંગળવાર સુધી કમજોર પડે તેવી સંભાવના છે. ફિલિપાઇન્સના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ખતરનાક વાવાઝોડું વર્ષ ૨૦૧૩માં આવ્યું હતું, જેમાં ૭ હજારથી વધુ લોકોનાં મોત થયા હતા.

Related posts

સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બીજા દિવસે થયેલ વરસાદ

aapnugujarat

હની ટ્રેપ મામલો : મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ

editor

માચ્છીમારોનાં આર્થિક ભવિષ્યને નુકશાન કારક લાઈન ફિશીંગને સંદતર બંધ કરવાનાં હેતુ માટે ગુજરાતનાં માચ્છીમારોની અગત્યની મીટીંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1