Aapnu Gujarat
ગુજરાત

સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત વોટર ATM  શરૂ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ નાગરિકો માટે વોટર એટીએમની સુવિધા પૂરી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. જેના દ્વારા નાગરિકોને નજીવા દરે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ બનાવાશે. શહેરના લો ગાર્ડન સહિતના ૨૦થી વધુ સ્થળોએ વોટર એટીએમ મૂકાશે અને તબક્કાવાર તેની સંખ્યા વધારાશે. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નં.ર પાસે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ઇ-ટોઇલેટ મુકાયું છે. શહેરના પ્રથમ ઇ-ટોઇલેટનો નાગરિક રૂ.૧નો સિક્કો નાખીને ઉપયોગ કરી શકશે. આ ટોઇલેટમાં સેન્સર ધરાવતી પ૦૦ લિટરની ટાંકી મુકાઇ હોઇ ટોઇલેટમાંથી બહાર નીકળ્યા બાદ તેની ઓટોમેટિક સફાઈ થઇ જશે. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ફરતે કુલ ૧૮ ઇ-ટોઇલેટ મુકાશે. હવે સત્તાવાળાઓ દ્વારા વોટર એટીએમનો પ્રોજેકટ પીપીપી ધોરણે હાથ ધરાશે. આ માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાયા છે. આગામી તા.ર૬ જાન્યુઆરી, ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ પહેલાં અમદાવાદીઓને વોટર એટીએમની સુવિધા મળતી થઇ જાય તે માટેનું આયોજન કરાયું છે. તંત્ર દ્વારા પીપીપી ધોરણે હાથ ધરાનારા વોટર એટીએમથી લોકોને સાવ સસ્તા દરમાંં પીવાનું શુદ્ધ પાણી પૂરું પડાશે. સત્તાધીશો દ્વારા લો ગાર્ડન સહિતના શહેરના મહત્ત્વના સ્થળોએ કુલ ર૦ વોટર એટીએમ મુકાશે તેમ આધારભૂત વર્તુળો વધુમાં જણાવે છે. એ પછી શહેરના વિવિધ વિસ્તારમાં તબક્કાવાર રીતે વોટર એટીએમની સુવિધા વધારવામાં આવશે.

Related posts

પંચમહાલમાં પોષણ માસની થઈ રહેલી ઉજવણી

editor

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપ્યા

editor

વેટ ઓફિસરાની કનડગતથી વેપારીઓમાં રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1