Aapnu Gujarat
ગુજરાત

અછત સ્થિતિને પહોંચી વળવા આયોજન કરાયું

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છના પશુઓ માટે દાન-સહાયના બે કરોડ આવનારા ઉનાળાનો સામનો કરવામાં મૂલ્યવાન પુરવાર થશે. મુખ્યમંત્રીએ રાજકોટના અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે અમદાવાદ પાંજરાપોળ દ્વારા અછતગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુઓ માટે બે કરોડનો ચેક સ્વીકારતા આ મંતવ્ય વ્યકત કર્યુ હતું. રાજયમાં પ્રવર્તતી અછત અંગે રાજય સરકારનું લાંબાગાળાનું આયોજન સ્પષ્ટ કરતાં વિજયભાઇએ કહયું હતું કે, અછતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજય સરકાર દર બુધવારે બેઠક યોજીને રાજયના પશુઓના કલ્યાણ માટે આયોજનબધ્ધ પગલાં લઇ રહી છે. અત્યાર સુધી રાજય સરકારે પશુઓના ઘાસચારા માટે ૧૨૦૦ કરોડની ફાળવણી કરી છે, તથા ઉનાળામાં જરૂરિયાત મુજબ આ ફાળવણી વધારવામાં આવશે, એવી હૈયાધારણ તેમણે ઉપસ્થિત જૈનોને આપી હતી. મુખ્યમંત્રીએ જીવતા પશુઓની નિકાસ કોઇ પણ ભોગે અટકાવવા રાજય સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. રાજયના મુખ્યમંત્રી તરીકે જીવદયા નિભાવવા માટે તેઓ સંપૂર્ણ પ્રતિબધ્ધ છે એવી તત્પરતા વિજયભાઇએ દર્શાવી હતી., જેને ઉ૫સ્થિત જૈન સમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. ઘાસના અભાવે કોઇ પશુ મૃત્યુ ન પામે તેની પૂરતી તકેદારી સરકાર લેશે તેવી ખાત્રી મુખ્યમંત્રી વિજયભાઇએ ઉચ્ચારી હતી, અને ‘‘જીવો અને જીવવા દો’’ની જૈન ધર્મની ભાવના સમગ્ર રાજયમાં ચરિતાર્થ કરવામાં આવશે, એમ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પશુઓ માટે અમલી બનાવેલી રાજય સરકારની વિવિધ યોજનાઓ વિષે ટૂંકી જાણકારી આપતાં કહયું હતું કે, રાજયના અછતગ્રસ્ત જાહેર થયેલા ૯૬ તાલુકાઓમાં પ્રત્યેક પશુ દીઠ રાજય સરકાર ૨૫ની સબસિડી આપે છે, અને આ તમામ તાલુકાઓ માટે ૬ કરોડ કિલો ઘાસની ખરીદીના આદેશો અપાઇ ચુકયા છે, જેનું વિતરણ નજીકના દિવસોમાં જ કરવામાં આવશે.

Related posts

गुजरात एचसी 16 अक्टूबर से 4 दिन के लिए बंद

editor

अहमदाबादः स्वाइन फ्लू से ओर ३ की मौत, २५ केस दर्ज

aapnugujarat

વિપક્ષના નેતાની પસંદગી માટે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક બુધવારે મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1