Aapnu Gujarat
ગુજરાત

કરકથલ ખાતે નાટક દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના સેવા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા કરકથલ ખાતે સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ની વિસ્તૃત જાણકારી આપતું નાટક રજુ કરવામાં આવ્યું હતું.
પૂર્વી સેવા ટ્રસ્ટના ભરત પંચોલી સહિતના જાણીતા કલાકારો દ્વારા ગ્રામજનો તથા શાળાના બાળકો સમક્ષ “લાલ ગુલાબી બાળક મારૂ” નાટક પ્રસ્તુત કરીને રસીકરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, મેડીકલ ઓફિસર ડો. અજય વસાણી, ધીરુભાઇ ચૌહાણ, ડો.પ્રણીકા મોદી, શાળાના આચાર્ય ભરતભાઇ, નરેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શૂન્યથી બે વર્ષના બાળકો રોગ પ્રતિકારક રસીઓથી વંચિત હોય તેવા તમામ બાળકોને અને સગર્ભા માતાઓને રસીઓથી રક્ષિત કરવાનો કાર્યક્રમ સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ચાલી રહ્યો છે ત્યારે માતાઓ અને બાળકોને અપાતી રસીની કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.
સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંતર્ગત તમામ બાળકોનું સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનું અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે. વિરમગામ તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણ સેશન યોજીને શૂન્યથી બે વર્ષ સુધીના બાળકોને રસીઓથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. બાળકો ઉપરાંત સગર્ભા માતાઓને પણ રસીઓ આપવામાં આવે છે ત્યારે કરકથલ ગામમાં રસીકરણ અંગે જનજાગૃતિ માટે “લાલ ગુલાબી બાળક મારૂ” નાટક રજુ કરવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા, વિરમગામ)

Related posts

गुजरात विधानसभा की 8 सीटों पर हुए उपचुनावों में भाजपा 7, कांग्रेस 1 पर आगे

editor

નરોડામાં સફાઈ કામદારોને પગાર ન ચૂકવાતા પ્રદર્શન

aapnugujarat

माधवगढ में २२० करोड़ के खर्च से ९ मीटर ऊंचा बैराज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1