Aapnu Gujarat
ગુજરાત

કડીમાં ભાગ્યોદય જનરલ હોસ્પિટલના નવીનકરણનો ઉદ્ધાટન તથા દાતાશ્રીઓનો સમારોહ યોજાયો

કડી ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમમાં સદગત ડાહ્યાભાઈ પટેલ(રાજા.ઇન્ડ.)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભાગ્યોદય જનરલ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહ તથા વિવિધ ૭૫થી વધારે દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
ભાગ્યોદય હોસ્પિટલના ચેરમેન દિલીપ પટેલ(રાજા ઇન્ડ.) દ્વારા કડીમાં મોટી બીમારીઓમાં કડી પંથકના લોકોને સારવાર અર્થે અમદાવાદ કે બીજી જગ્યાએ જવાની તકલીફ ના પડે અને સામાન્ય લોકોને સસ્તી અને સારી આધુનિક સુવિધાઓ આપવાના ધ્યેય સાથે ભાગ્યોદય હોસ્પિટલના ટ્રસ્ટના મોવડી મંડળ દ્વારા હોસ્પિટલને ૨૫ કરોડના ખર્ચે અદ્યતન બનાવવાનું નક્કી કરી વિવિધ દાતાઓ દ્વારા દાન એકત્ર કરી અદ્યતન બનાવવાનું શરૂ કરું દીધું છે જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાગ્યોદય હોસ્પિટલ ટ્રસ્ટના મોવડી મંડળના કાર્યને બિરદાવ્યું હતું તેમજ દિલીપ પટેલ જેમણે છેલ્લાં એક વર્ષમાં ૩૫ કરોડ જેટલું દાન આપવા તેમજ અન્ય દાતાશ્રીઓનો સેવાનું કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
ભાગ્યોદય હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન દિલીપ પટેલે દર્દીઓ વધારેમાં વધારે ભાગ્યોદય હોસ્પિટલની સેવા લે તેવો અનુરોધ કર્યો હતો અને ભવિષ્યમાં કડીમાં ૩૦૦ બેડની મેડિકલ કોલેજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાગ્યોદય હોસ્પિટલના ડાયગ્નોસ્ટીક સેન્ટરનું ભૂમિ પૂજન તેમજ ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત અદ્યતન વિશાળ લેબોરેટરી, બાયપાસ સર્જરી(ઓપરેશન થિયેટર) જેવી વિવિધ નવી સુવિધાનું ઉદ્ધાટન કર્યું હતું તેમજ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ગોપાળલાલજી હવેલીના વૈષ્ણવાચાર્ય યદુબાવા, કરસન સોલંકી(કડી ધારાસભ્ય), અરવિંદ પટેલ(મેપ ઓઇલ), વિનોદ પટેલ(ચેરમેન એપીએમસી કડી), વલ્લભ પટેલ(ચેરમેન એસ.વી.સંસ્થા), દિલીપ પટેલ(રાજા ઇન્ડ.), શારદા પટેલ(પ્રમુખ કડી પાલિકા), આર.પી.પટેલ(વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), કાંતિભાઈ પટેલ(રામ) તથા ઘણી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

નિખિલ સવાણી એ યુથ કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપો

editor

ગૌતમ અદાણી ગુજરાતમાં 5 વર્ષમાં બે લાખ કરોડનું રોકાણ કરશે, એક લાખ જોબ સર્જાશે

aapnugujarat

તમામ અટકાયતી પગલા છતાં ઝાડા ઉલ્ટીના ૧૭૩ કેસો થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1