Aapnu Gujarat
ગુજરાત

નરોડામાં સફાઈ કામદારોને પગાર ન ચૂકવાતા પ્રદર્શન

અમદાવાદ શહેરના ઉત્તરઝોનમાં આજે સવારના સુમારે સફાઈ કામદારો મોટી સંખ્યામા એકઠા થયા હતા જયાં તેમને છેલ્લા બે માસથી પગાર ન મળ્યો હોઈ નરોડા ઝોનલ ઓફિસ સામે એકઠા થઈ ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચાર કરી રોષ વ્યકત કરવામા આવ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર,એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત અભિયાન મિશન હેઠળ વિવિધ પ્રોજેકટ શરૂ કરવામા આવ્યા હોવાની પોકળ જાહેરાતો કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના ઉત્તરઝોનમાં આવેલી નરોડા ઝોનલ કચેરી સામે આજે સો થી વધુ સફાઈ કામદારો એકઠા થયા હતા.જ્યાં તેઓને છેલ્લા બે માસથી પગાર ચૂકવવામા ન આવ્યો હોવાના મામલે તંત્ર સામે વિરોધ વ્યકત કરવાના ભાગરૂપે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના બે માસના બાકી પગારની રકમ તાકીદે ચૂકવી આપવાની ઉગ્ર માગણી કરવાની સાથે તંત્રની બેદરકારી સમક્ષ ઉગ્ર વિરોધ વ્યકત કરવામા આવ્યો હતો.આ સાથે જ જો આગામી સમયની અંદર પગારની રકમ તાકીદે ચૂકવવામા નહી આવે તો આંદોલન કરવાની ફરજ પડશે એવી પણ ચિમકી આપવામા આવી હતી.

Related posts

આજે મહિલા સશક્તિાકરણ પખવાડિયાનો પાંચમો દિવસ

editor

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં : એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું

aapnugujarat

હથિયારના સોદાગરની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1