Aapnu Gujarat
ગુજરાત

બસના ફ્લાઇંગ અધિકારી દ્વારા મહિલા પેસેન્જર સાથે ગેરવર્તન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ફલાઈંગ સ્કવોર્ડના સભ્ય દ્વારા તેની સાથે કરવામા આવેલા અસભ્ય વર્તન મામલે છેક ચેરમેન સુધી ફરિયાદ કરી હોવાછતાં એએમટીએસના ચેરમેન દ્વારા આ મામલે કાર્યવાહી કરવાના બદલે સમગ્ર મામલે ભીનુ સંકેલી લેવાની પેરવી કરવામા આવી રહી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,૧૧ ઓકટોબરના રોજ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની એક બસ રૂટ નંબર-૧૫૧ વિવેકાનંદનગરથી ઈસ્કોન તરફ જતી હતી આ સમયે બસમાં ફલાઈંગ સ્કવોર્ડના સભ્યો બસમાં પહોંચ્યા હતા.જે સમયે મુસાફરો પાસેથી ટિકીટની ચકાસણી સમયે બસમાં બેઠેલા એક સભ્ય સાથે ટિકીટની બાબતમાં પહેલા સામાન્ય બોલાચાલી થઈ હતી.બીજી તરફ મહિલા મુસાફર દ્વારા ચેકીંગ સ્કવોર્ડના એક સભ્ય સામે દલીલ કરવામા આવતા ફલાઈંગ સ્કવોર્ડના સભ્ય મહિલા મુસાફર સાથે અસભ્ય વર્તન કરી તું-તારી ઉપર ઉતરી આવ્યા હતા ઉપરાંત મહિલા મુસાફર દ્વારા ઉચ્ચ કક્ષાએ આ મામલે રજુઆત કરવાની વાત કરવામા આવતા ફલાઈંગ સક્વોર્ડના સભ્ય દ્વારા જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે.મારુ કશુ બગાડી શકવાની નથી જેવા ઉચ્ચારણો કરી બસમા બેઠેલા તમામ મુસાફરોને ચકિત કરી દીધા હતા.આ તરફ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લેવામા આવ્યા બાદ તેને લઈ એએમટીએસના ફરિયાદ કરવા આપવામા આવેલા ટોલ ફ્રી નંબર ઉપરાંત વ્હોટસઅપ ઉપર વીડીયો અપલોડ કરી ફરિયાદ કરવામા આવી હતી.આ સાથે જ એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે સુધી પણ ફરિયાદ કરવામા આવી હતી.આમ છતાં આ મામલે કાર્યવાહી કરવાના બદલે ભીનુ સંકેલવાના પ્રયાસ કરવામા આવ્યા હોવાનું જાણમાં આવતા આજે આ ઘટનાનો વિડીયો સોશીયલ મિડીયા ઉપર અપલોડ કરવામા આવ્યો હતો.આ સમગ્ર મામલે એએમટીએસના ચેરમેનનો સંપર્ક સાધી શકાયો નથી.

Related posts

મહિલા સીએ દ્વારા વિમેન્સ ડેની વિશેષ ઉજવણી કરાઈ

aapnugujarat

ડે.મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે લાયકાત યથાવત

aapnugujarat

નોકરી આપવાના સરકારના પ્રયાસની કોંગ્રેસ નિંદા કરે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1