Aapnu Gujarat
ગુજરાત

મહિલા સીએ દ્વારા વિમેન્સ ડેની વિશેષ ઉજવણી કરાઈ

આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચમાં વિશ્વ મહિલા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં આજથી સતત ત્રણ દિવસ માટે વિમેન્સ ડેની અનોખી ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજે વિશ્વ મહિલા દિન નિમિતે અને વિમેન્સ ડેની ઉજવણીના પ્રથમ દિવસે મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ દ્વારા સવારે સાતથી સાડા આઠ વાગ્યા સુધી એરોબિક્સ-ડાન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦થી પણ વધુ મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. એરોબિક્સ ડાન્સ મારફતે હેલ્થને લઇ મહિલા વ્યવસાયકારોમાં જાગૃતિનો સંદેશો ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.
આઇસીએઆઇની અમદાવાદ બ્રાંચમાં વિશ્વ મહિલા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં તા.૮થી ૧૦ માર્ચ દરમ્યાન સતત ત્રણ દિવસ સુધી વિમેન્સ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે વહેલી સવારે વાયબ્રન્ટ મ્યુઝિક સાથેના ફલોર એરોબિક્સના સેશનમાં મુડ અને ફીટનેસ પ્રવૃત્તિઓથી સવારની ઉર્જા કેવી રીતે વધારી શકાય તે અંગે ન્યુજેન કવોન્ટમ ફિટનેસના નેહા શેઠ મહેતા દ્વારા બહુ ઉપયોગી સેશન હાથ ધરવામાં આવ્યું હતું. એરોબિકસ ડાન્સ સેશનમાં ૩૦થી વધુ મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ તરફથી ભાગ લેવામાં આવ્યો હતો. વિમેન્સ ડેની ઉજવણી મારફતે આજના પ્રથમ દિવસે મહિલાઓમાં ખાસ કરીને મહિલા વ્યવસાયકારોમાં હેલ્થ વિશેની જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

Related posts

ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબને પુષ્પાંજલી અર્પણ કરી

aapnugujarat

નાગરિકતા સંશોધન વિધેયકનો રાજપીપળામાં શાંતિપૂર્ણ વિરોધ

aapnugujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસની તૈયારીઓ શરૂ

editor

Leave a Comment

UA-96247877-1