Aapnu Gujarat
ગુજરાત

ચંડોળાના ઝૂંપડાઓમાં આગ લાગતા ૧૫ ઝૂંપડાઓ ખાખ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસેના ઝૂંપડાઓમાં આજે સવારના સુમારે અચાનક આગ લાગતા ૧૫ જેટલા ઝૂંપડા આ આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.જ્યારે આ ઘટનામા બે લોકોને સામાન્ય ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા.આ અંગે મ્યુનિસિપલ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,આજે સવારના દસના સુમારે ચંડોળા તળાવ પાસે આવેલા ઝૂંપડાઓમાં આગ લાગી હોવાનો કંટ્રોલરૂમને મેસેજ મળતા જ ડીવીઝનલ ફાયર ઓફિસર ખડીયા ફાયરના જવાનો સાથે છ વોટર ટેન્કર,એક એમબ્યુલન્સ અને અન્ય વાહનો સાથે ઘટના સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જ્યાં આગને લઈને સામાન્ય ઈજા પામેલા બે લોકોને ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામા આવ્યા હતા.ચંડોળા વિસ્તારમા લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે એક વાતચીતમાં કહ્યુ કે,આગ ઝૂંપડપટ્ટીમા રહેલા એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે બેકાબૂ બનવા પામી હતી.જેને લઈને આ વિસ્તારમા આવેલા ૧૫ જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ જવા પામ્યા છે.ઘટનામા કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.માત્ર બે લોકો સામાન્ય દાઝયા હોઈ તેમને ૧૦૮ની મદદથી હોસ્પિટલમા સારવાર અર્થે મોકલી આપવામા આવ્યા છે.

Related posts

પાટણ કોંગ્રેસમાં ભડકો, ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ આગેવાનોના રાજીનામા

aapnugujarat

સિવિલ કિડની હોસ્પિટલનાં ભાગમાં ઝાડ પર લટકતી યુવકની લાશ મળી

aapnugujarat

સાણંદનાં નાનીદેવતી ગામમાં ડૉ. બાબાસાહેબ આઁબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં ‘આભડછેટ મુક્ત ભારત’ સંમેલન યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1