Aapnu Gujarat
ગુજરાત

પાટણ કોંગ્રેસમાં ભડકો, ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ આગેવાનોના રાજીનામા

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રીલે મતદાન થવા જઇ રહ્યું છે. જેની તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઘોંચમાં મુકાઇ છે. કોંગ્રેસ છેલ્લી ઘડીએ ઉમેદવારોની પસંદગી કરી શકી નથી. ટિકિટની વહેચણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરનું નામ જાહેર થયા બાદ વિરોધના વંટોળે વધારે જોર પકડ્યું છે. જગદીશ ઠાકોરના નામ જાહેર થવાથી કાંકરેજના એક નહીં બે નહીં પણ કોંગ્રેસના પાંચ પાંચ નેતાઓએ રાજી નામું આપ્યું છે.મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાંથી પાટણ લોકસભાની ચૂંટણી માટે જગદીશ ઠાકોરના નામ જાહેર થયા બાદ કાંકરેજ ના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ઠાકોર,વાગડોદ ના પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર ,પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભુજી ઠાકોર ,પાટણના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર તેમજ પ્રદેશ મહામંત્રી પોપટજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.ઉલ્લેખનીય છે કે, પાટણ લોકસભા બેઠક માટે જગદીશ ઠાકોરનનું નામ જાહેર થતાં જ પક્ષના જ જૂના જોગીઓએ બાંયો ચડાવી છે. પાટણના લોકલ ઉમેદવારોને જ ચૂંટણી લડાવવાની માંગ સાથે ૧૦૦૦ કાર્યકરો સાથે ત્રણ પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ સહિતનાઓએ રાજીનામાં ધરી દઇ અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ લઇ લીધા છે. જેથી હવે આવનારા ચૂંટણીમાં જગદીશ ઠાકોર માટે કપરાં ચઢાણ શરૂ થશે.સુત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ ઠાકોરની ઉમેદવારી મામલે અગાઉથી જ અલ્પેશ ઠાકોરનું જૂથ વિરોધમાં ઉતર્યું હતું. જેનું મનેકમને બાદમાં સમાધાન થયું હતું. પણ હવે સત્તાવાર જાહેરાત થઇ એ પહેલાં જ ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પણ પક્ષાના જૂના નેતાઓએ રાજીામા આપી દેતાં તે લોકો હવે કોંગ્રેસને હરાવવા નીકળશે તે શક્યતાને જોતાં હવે કોંગ્રેસે ચૂંટણી માત્ર ભાજપ સામે જ નહીં પણ પક્ષના જૂના ઉમેદવારો સામે પણ લડવી પડશે.

Related posts

જૂહાપુરા વિસ્તારમાં પતંગ ચગાવતી વખતે થયેલા ઝઘડામાં યુવકની ક્રૂર હત્યા

aapnugujarat

कुबेनगर में युवक की हत्या का आरोपी रवि चोटी गिरफ्तार

aapnugujarat

કોટડા(ફો)ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સખ્ત કેદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1