Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘મિશન શક્તિ’ મામલે ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી ક્લિન ચીટ

ચૂંટણી પંચ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીના મિશન શક્તિને લઈને કરેલું સંબોધન આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી ગણ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત આજે અવકાશી મહાશક્તિ બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે આજે પોતાનું નામ સ્પેસ પાવરના રૂપમાં નોંધાવી દીધું છે. વડાપ્રધાનના મિશન શક્તિ સંબોધન બાદ જ ચૂંટણી પંચ આ મામલે નજર રાખી રહ્યું હતું.ચૂંટણી પંચે આ મામલે આજે શુક્રવારે જણાવ્યું છે કે, પહેલી નજરમાં વડાપ્રધાનના સંબોધનના તથ્યોથી ચૂંટણી પ્રચારની આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી જણાતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને ના તો પોતાની પાર્ટીનો ઉલ્લેખ કર્યો છે કે ના તો મતદાતાઓને પોતાના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી છે.જોકે ચૂંટણી પંચની કમિટી એ બાબતની તપાસ કરી રહી છે કે, શું મીડિયાના સરકારી માધ્યમનું ઉલ્લંઘન થયું છે કે કેમ? ચૂંટણી પંચે સરકરી મીડિયા સંસ્થાનો પાસે આ મામલે જવાબ માંગ્યો છે. વિરોધ પક્ષ તરફથી ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આચાર સંહિતા બાદ પણ વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી પર પ્રચાર કર્યો. વિપક્ષની ફરિયાદ સાંભળ્યા બાદ ચૂંટણી પંચે ચૂંટણી કમિશ્નરના નેતૃત્વમાં એક કમિટીની રચના કરી હતી. જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની તપાસ કરી હતી.

Related posts

ખુશખબર! ૭થી ૮ રૂપિયા વધુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ, લોકસભા પહેલાં મળશે રાહત

aapnugujarat

ચોકીદાર અંધારામાંથી ચોરોને પકડી પાડશે : સોલાપુરમાં મોદીના કોંગ્રેસ પર પ્રહાર

aapnugujarat

Maharashtra govt will expand scope of loan waiver scheme by July to cover more farmers : State FinMin Mungantiwar

aapnugujarat

Leave a Comment

UA-96247877-1