Aapnu Gujarat
ગુજરાત

કોટડા(ફો)ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સખ્ત કેદ

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ એડિશનલ સેશન્સ કોર્ટે આજે ફરી એક વખત મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો જેમાં કોટડા(ફો) ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને દોષિત ઠેરવી ૧૦ વર્ષની કેદ અને ૭૫૦૦ રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.
દિયોદર પોલીસ મથક ખાતે તારીખ ૯/૩/૨૦૧૬નાં રોજ એક યુવતીએ ફરિયાદ આપેલ કે કોટડા(ફો)ગામનાં (૧) દશરથ ચેલા બુકોલીયા,(૨) પ્રકાશ ઉર્ફ પરખા બુકોલીયા તથા તેના મિત્ર(૩) વિક્રમ હરચંદ ચૌહાણ (૪) દિનેશ હરચંદ ચૌહાણે એક સાથે આવી મને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી મારી સાથે ખરાબ કુત્ય કરેલ છે તેવી ફરિયાદ આપતા દિયોદર પોલીસે ચારે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીેને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં જે કેસ આજે દિયોદર એડિશનલ સેશન્સ જજ જે.એન.ઠક્કર સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ ડી.વી. ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા કોર્ટે દલીલો ધ્યાને રાખી ત્રણ આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદ અને ૭૫૦૦ રૂપિયાનો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો જેથી કોર્ટ રૂમમાં સનાટ્ટો છવાઈ ગયો હતો.
વધુમાં આ બાબતે સરકારી વકીલ ડી.વી.ઠાકોરે જણાવેલ કે આ કેસમાં કુલ ચાર શખ્સો સામે ફરિયાદ થઈ હતી જેમાં પ્રકાશ બુકોલીયા મરણ પામેલ છે જેમાં પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણ આરોપીને કોર્ટે દોષિત ઠેરવી સજા આપી છે. દરેક દીકરીને સમાજમાં સન્માનથી જીવવાનો અધિકાર છે. આરોપીનું કૃત્ય સમાજ માટે કલંકરૂપ છે જેથી આ સજા આપવામાં આવી છે.


(તસ્વીર /અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા )

Related posts

४.५० लाख की रिश्वत लेते सेल्स टेक्स के तीन अधिकारी पकडे गये

aapnugujarat

ગુજરાત સરકાર દ્વારા ઢોર રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના કાયદાનો માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ….

aapnugujarat

રાજ્યમાં ૨૦ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

editor

Leave a Comment

UA-96247877-1