Aapnu Gujarat
ગુજરાત

ઝાલમોર ખાતે દવાયુક્ત મચ્છરદાની અને પોષણયુક્ત આહાર કીટ તેમજ સગર્ભા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સુચના મુજબ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ વ્યાસનાં માર્ગદર્શન હેઠળ ઝાલમોર ગામે કાંકરેજ તાલુકાનાં ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના વરદ હસ્તે તેમજ તાલુકાના આગેવાનો તેમજ સરપંચ ની હાજરીમાં સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સી.એચ.સી. શિહોરીના સ્ત્રી રોગ નિષ્ણંત ડૉ. પવાર, ડો. બ્રિજેશ વ્યાસ તેમજ મેડિકલ ઓફિસર ઝાલમોર ડો.ભગવતીબેન ઉભાતર. આર.બી એસ.કે. મેડિકલ ઓફિસર ડૉ. નરેશ ચૌધરી દ્વારા સગર્ભા બહેનોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તાલુકા સુપરવાઇઝર અમૃત પ્રજાપતિ, ટી.એચ.વી બેન દેવીબેન વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાલમોર ના સુપરવાઇઝર મનુ રાઠોડ તેમજ સીતાબેન વાઘેલા, ફાર્માસિસ્ટ, લેપ ટેક,હ્લૐઉબહેનો,સ્ઁૐઉ ભાઈઓ, આશા બહેનો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાલમોરના તમામ સ્ટાફ દ્વારા આયોજન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.


તસવીર/અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા

Related posts

લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

aapnugujarat

पत्नी ने शारीरिक संबंध का मना करने पर पति का हमला

aapnugujarat

ગુજરાતમાં ૪૫૨ ઉમેદવારો ભાગ્ય અજમાવવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1