Aapnu Gujarat
ગુજરાત

મને ટિકિટ નહીં આપો તો ચાલશે પણ ફટકારવાની છૂટ આપોઃ રાજ્યના રમત-ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્યમાં ઠેર-ઠેર સ્નેહમિલનો થઇ રહ્યા છે. વડોદરા શહેરમાં રાવપુરા બેઠકના સ્નેહમિલન સમારોહમાં રાજ્યના રમત-ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. વીડિયોમાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે, ’મને ટિકિટ નહીં આપો તો ચાલશે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને ફટકારવાની મંજૂરી આપો’.વાયરલ થયેલા વીડિયોમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કહે છે કે, અત્યારે ખોટી પત્રિકા પણ આવશે, ખોટી પત્રિકા આવે ત્યારે મને યાદ છે કે, એક સમયે કેસરિયા પેનલ બની હતી. ત્યારે તે વખતના પ્રદેશ પ્રમુખ કાશિરામ રાણાએ મને કહ્યું હતુ કે, પકડીને મારજો. માત્ર રાવપુરાની નહીં આખા વડોદરા શહેરની વાત કરૂ છું મને છુટ્ટી અપાવજો મને ટિકિટ નહીં આપો તો ચાલશે પણ મને છુટ્ટી ખાલી અપાવજો કોઇની તાકાત છે કે પાર્ટી વિરૂદ્ધની વાત કરે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરામાં શહેરમાં ભાજપના એક મહિલા નેતાની પત્રિકા વાયરલ થઇ છે. જેને પગલે રમત-ગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિવેદન કર્યુ છે.

Related posts

સ્વાઇન ફ્લુ અંગે આરોગ્ય શિક્ષણ આપીને વિરમગામમાં અનોખી રીતે શીક્ષક દિનની ઉજવણી કરાઇ

aapnugujarat

વસ્ત્રાલમાં સ્પા સેન્ટરમાં તોડ કરવા ગયેલો શખ્સ ઝડપાયો

aapnugujarat

ગુજરાત પોલીસે 419 ચાઈનીઝ લોન એપ બંધ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1