Aapnu Gujarat
ગુજરાત

સાણંદનાં નાનીદેવતી ગામમાં ડૉ. બાબાસાહેબ આઁબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં ‘આભડછેટ મુક્ત ભારત’ સંમેલન યોજાયું

વર્ષ ૨૦૪૭માં દેશ આઝાદીનાં ૧૦૦ વર્ષની ઉજવણી કરશે ત્યારે શું તે આભડછેટ મુક્ત હશે ? આ પ્રશ્ન સાથે આવતા ૩૦ વર્ષને લક્ષ્યમાં રાખીને આભડછેટ મુક્ત ભારત આંદોલન શરૂઆત કરવામાં આવી છે. આજ રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાનીદેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અઘ્યક્ષતામાં યોજાઈ ગયું.

આ સંમેલનમાં એક હજારથી વઘુ ગામડાઓમાંથી આભડછેટ મુક્તિ માટે કાર્યરત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહી ભાગ લીધો હતો જેમાં મુખ્યમંત્રીને સુપડામાં એક આવેદન આપીને આગામી ૧૫ ઓગસ્ટે રાજ્યનું એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર આપશે.સંમેલનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાંથી લોકો જોડાયાં હતા.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

પાટણમાં કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ બહાર ભાજપા અને કોંગી સમર્થકો બાખડ્યા

aapnugujarat

अब दो से तीन दिन में राज्य से नैऋत्य का मानसून विदाई लेगा

aapnugujarat

રાજ્યમાં સ્વાઈનફ્લુથી વધુ ચારનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1