Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : શ્રી સયાજીરાવ મહારાજના નિધન સમયે :

શ્રી સયાજીરાવ મહારાજના નિધન સમયે
શ્રી સયાજીરાવ મહારાજનું નિધન મારા માટે વ્યક્તિગતરૂપે ખૂબ મોટી ખોટ છે. હું તેમના ઉપકાર ક્યારેય ભૂલી શકીશ નહીં. તેમણે મને જે શિક્ષણ આપ્યું, એના ફળ સ્વરૂપે આજે મને યોગ્યતા પ્રાપ્ત થઈ છે. અસ્પૃશ્ય સમાજ ઉપર તેમના બહુ મોટા ઉપકાર છે. અસ્પૃશ્ય સમાજ માટે તેમના જેટલું કાર્ય બીજા કોઈએ કર્યું નથી.
તેઓ ખૂબ મોટા સમાજ સુધારક હતા. વડોદરા સંસ્થાનમાં સામાજિક સુધાર માટે કાયદા બનાવવામાં આવ્યા. યુરોપ તથા અમેરિકા જેવા સુધરેલા રાષ્ટ્રો કરતા પણ અનેકગણાં પ્રગતિશીલ કાયદા વડોદરા રિયાસતના હતા. તેમણે સામાજિક ગંદી કુરીતિઓનું અધ્યયન કરી, તેમના દોષ દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
પ્રજાના કલ્યાણ માટે તેમણે જે બધા પ્રયત્નો કર્યા, એટલા પ્રયત્નો બીજા કોઈ સંસ્થાનોએ કર્યા નથી. તેઓ રાષ્ટ્રવાદી અને દેશભક્ત હતા. આ સદ્‌ગુણ બીજા રજવાડામાં બહુ ઓછા જોવા મળે છે. અનેક બાબતોમાં તેમણે બ્રિટિશરો સમક્ષ આદર્શ પ્રસ્તુત કર્યા છે. મહારાજ અંગ્રેજોના દબાણ હેઠળ ક્યારેય આવ્યાં નથી.
સામાજિક સુધારણા કરનાર નેતા હવે નથી રહ્યાં. અછૂતોના હિતેચ્છુ ચાલ્યા ગયા છે. રિયાસતે પોતાના ભાવિદૃષ્ટા ગુમાવી દીધાં છે.
(ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાચાર પત્રોના સંવાદદાતાઓ સમક્ષ વ્યક્ત કરેલી શ્રધ્ધાંજલિ, જનતા, ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૯)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

EVENING TWEET

aapnugujarat

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા

aapnugujarat

રજાઓ ગાળાવાના મામલે ભારતીયો સૌથી આગળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1