Aapnu Gujarat
ગુજરાત

શ્રી માથુર વૈશ્ય યુવાદળ વિરમગામ દ્વારા મહા રક્તદાન શિબીર યોજાઇ

આજરોજ ૧૬ જુલાઇ રવિવારના રોજ સમગ્ર ભારતમાં અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા દ્વારા કેન્દ્રીય યુવાદળના નેતૃત્વ હેઠળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, તે અનુસંધાને શ્રી માથુર વૈશ્ય યુવાદળ વિરમગામ દ્વારા પણ શહેરના શ્રી માથુર વૈશ્ય ભવન રેલવે સ્ટેશન પાસૂ દ્રીતીય મહા રક્તદાન શિબીર યોજાઇ.આ રક્ત દાન શિબિરમાં વૈશ્ય સમાજના યુવાનો શિબિર માં રક્ત દાન કર્યું હતું. સવારે ૮ વાગ્યા થી બપોરે ૧ વાગ્યા સુઘી આ રક્ત દાન શિબિરમાં કુલ ૪૫થી વઘુ લોકો એ રક્ત દાન કર્યું હતું. આ રક્ત દાન શિબિરને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકર બિરજુ ગુપ્તા, મુકેશ ગુપ્તા, નેહલ ગુપ્તા, અમિત ગુપ્તા અને રાજેન્દ્ર ગુપ્તા સહિત સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય વિરમગામના બિરજુ ગુપ્તાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગયા વર્ષે આશરે ૪ હજાર જેટલી રક્તની બોટલો એકત્ર થઇ હતી જ્યારે આ વર્ષે ૫ હજાર જેટલી રક્તની બોટલો એકત્ર થવા જઇ રહેશે.
રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

સોલર ગ્લાસમાં વાગશે ભારતનો ડંકો

aapnugujarat

ગુજરાતના સૌથી કંજૂસ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, ગ્રાન્ટના એક રૂપિયાનો વિકાસ કાર્યોમાં નથી કર્યો ઉપયોગ

aapnugujarat

गोता की एक बिल्डिंग में लगी आग, एक युवक की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1