Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના સૌથી કંજૂસ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, ગ્રાન્ટના એક રૂપિયાનો વિકાસ કાર્યોમાં નથી કર્યો ઉપયોગ

૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીને એક વર્ષનો સમય થવા પામ્યો છે. ત્યારે એક વર્ષ સુધી ધારાસભ્યોને પ્રજાના વિકાસના કામો કરવાની તક મળી છે. ત્યારે ધારાસભ્યોને મળતી ગ્રાન્ટનો તેઓએ કેટલો ઉપયોગ કર્યો તે મતદારો માટે જાણવું જરૂરી છે.
વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો ૧૦ ધારાસભ્યો પૈકી ૯ ધારાસભ્યોએ વિકાસના નાના મોટા કામો કર્યા છે. જયારે એક ધારાસભ્યએ વર્ષ ૨૦૧૮-૧૯ના હિસાબી વર્ષમાં એક પણ રૂપિયાની ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો નથી. વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓને વર્ષ ૧૮-૧૯ દરમિયાન મળવા પાત્ર ધારાસભ્યની ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયામાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. સમગ્ર માહિતીનો ખુલાસો જિલ્લા આયોજન વિભાગ દ્વારા એક આર.ટી.આઈ માં કારવામાં આવ્યો છે.
બીજી ટર્મમાં ધારાસભ્ય પદ પર ચુટાયેલા રાજેન્દ્ર ત્રિવેદીએ હાલના હિસાબી વર્ષ માંથી એક પણ રૂપિયો તો વાપર્યો જ નથી. પરંતુ ગત વર્ષની ગ્રાન્ટમાં ચુંટણી બાદ એટલે કે ૨૨ ડીસેમ્બર ૨૦૧૭ બાદ માત્ર ૧,૯૩,૪૭૦ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. આશરે ૩૬,૦૦૦ મતોની લીડથી વિજેતા થયેલા રાજેન્દ્ર ત્રિવેદી તરફથી જિલ્લા આયોજન એકમને એક વર્ષ દરમિયાન એક પણ ભલામણ મળી નથી. જેના કારણે તેઓની ગ્રાન્ટનો એક પણ પૈસો વપરાયો નથી.મહત્વનું એ છે કે, વડોદરા જિલ્લાના ૧૦ ધારાસભ્યો પૈકી ૯ ધારાસભ્યને આપવા પત્ર ગ્રાન્ટની રકમ ૧૩ કરોડ ૫૦ લાખ જેટલી થાય છે. જેની સામે ૯ મહિના વીત્યા હોવા છતા સરકાર દ્વારા માત્ર પાંચ કરોડ છ લાખની જ ગ્રાન્ટ ફાળવી છે. એટલે મૂળ ગ્રાન્ટના ૪૦ ટકા રકમ પણ ધારાસભ્યોને મળી નથી. એવામાં વિકાસના મોટા મોટા વાયદાઓ વચ્ચે ધારાસભ્યોને ઉપયોગમાં લેવાની પુરતી ગ્રાન્ટ નહિ મળતા તમામ ધારાસભ્યો વિસ્તારના વિકાસના કામો સંપૂર્ણ પણે મંજુર કરાવી શકયા નથી.

Related posts

‘જયપુર, નાગોરમાં મને દાખલ થવા માટે રોકવામાં આવ્યો હતો : જિગ્નેશ મેવાણી

aapnugujarat

नाना चिलोडा में आभूषण पहनकर जा रही विवाहिता युवती की लूट

aapnugujarat

कांग्रेस-भाजपा मत शेयर में औसतन १० फीसदी गैप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1