Aapnu Gujarat
ગુજરાત

‘જયપુર, નાગોરમાં મને દાખલ થવા માટે રોકવામાં આવ્યો હતો : જિગ્નેશ મેવાણી

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી રાજસ્થાનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો, પરંતુ એરપોર્ટથી પણ તેણે પાછા ફરી જવાનું કહેવામાં આવ્યું હતુ. જિગ્નેશ મેવાણીએ ટ્‌વીટ કરી આ આરોપ લગાવ્યો છે અને રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે, જો ધારાસભ્ય સાથે આવું કરાયું છે તો જનતા સાથે શું કરવામાં આવતું હશે?જિગ્નેશ મેવાણીએ ટ્‌વીટ કરીને આગળ લખ્યું છે કે, તેઓ અમદાવાદથી જયપુર ફ્લાઈટથી પહોંચ્યો હતો અને તેણે એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે પોલીસે એક કાગળ પર સહી કરાવડાવી, જેમાં લખેલું હતું કે, તેઓ રાજસ્થાનના નાગોર જિલ્લામાં દાખલ નહીં થઈ શકે. મેવાણીએ જણાવ્યું કે, ”તેઓ બંધારણ અને બાબા સાહેબ આંબેડકર પર વાત કરવા ત્યાં પહોંચ્યો હતો.”તે પછી થોડી વારમાં જ તેમને કહેવામાં આવ્યું કે, તેઓ જયપુર પણ નહીં જઈ શકે. તેમણે ટ્‌વીટ કર્યું કે- ”હવે ડીસીપી કહી રહ્યા છે કે હું જયપુરમાં પણ નહીં ફરી શકું અને તે મને અમદાવાદ પાછા જવાનું કહી રહ્યા છે. મને પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ મંજૂરી નથી મળી. આ આશ્ચર્યજનક છે.”આ અંગે એક ફેસબુક પોસ્ટમાં મેવાણીએ રાજ્ય સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે. મેવાણીએ તેને ગેરબંધારણીય જણાવતા તેમના મૂળભૂત અધિકારોનું હનન જણાવ્યું છે. તેમણે સવાલ કર્યો કે, જો જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની સાથે આવો વ્યવહાર કરવામાં આવશે તો વસુંધરા રાજે સરકારમાં સામાન્ય લોકોની અને દલિતોની શું હાલત હશે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે અમદાવાદમાં બાબા સાહેબની ૧૨૭મી જન્મજયંતી પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મેવાણી સમર્થકોએ ભાજપ સાંસદ અને અન્ય નેતાઓને બાબા સાહેબની પ્રતિમાને માળા અર્પણ કરવા દીધી ન હતી.

Related posts

દમણમાં પત્નીએ 2 સંતાનોની સામે જ કરી નાખી પતિની હત્યા

aapnugujarat

ભીના કચરામાંથી બાયોગેસ બનાવી વેચાણ કરવા તૈયારી

aapnugujarat

गुजरात में पहले चरण के लिए १७०३ फोर्म भरे गए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1