Aapnu Gujarat
ગુજરાત

શહીદ વિશે અપશબ્દ બોલવા તે કાયરતા છે : અહેમદ પટેલ

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે આપવામાં આવેલુ વડાપ્રધાન મોદીનું નિવેદન વિવાદ ઉપજાવી રહ્યુ છે. કોંગ્રેસ તરફથી સતત વડાપ્રધાન મોદીના આ નિવેદનની ટીકા થઈ રહી છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ.
પટેલે ટ્‌વીટ દ્વારા વડાપ્રધાન મોદીની ટીકા કરતા લખ્યુ કે શહીદ વડાપ્રધાનને ગાળો આપવી કાયરતાની નિશાની છે.અહેમદ પટેલ આગળ લખ્યુ ભાજપના સમર્થનવાળી વીપી સિંહની સરકારે પોતાના શાસનકાળમાં રાજીવ ગાંધીને વધારે સુરક્ષા આપી નહોતી.
વડાપ્રધાન મોદીએ હાલ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા તો હતા ક્લીન ઈમેજની સાથે પરંતુ ગયા ભ્રષ્ટ ઈમેજ સાથે. વડાપ્રધાન મોદીને આ નિવેદનના કારણે સમગ્ર દેશમાં આકરી ટીકાનો શિકાર થવુ પડી રહ્યુ છે.અહેમદ પટેલે ટ્‌વીટ કરીને કહ્યુ, શહીદ વડાપ્રધાનને ગાળો આપવી કાયરતાની નિશાની છે. તેમની હત્યા માટે કોણ જવાબદાર છે? ભાજપના સમર્થનવાળી વીપી સિંહ સરકારે તેમને તે સમયે વધારે સુરક્ષા આપી નહોતી. રાજીવજીએ માત્ર નફરતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. પટેલે એ પણ કહ્યુ કે હવે અમારી વચ્ચે તેઓ બેબુનિયાદ આરોપો અને અપશબ્દોનો જવાબ આપવા માટે નથી.

Related posts

शहर के वकील उम्मीदवारों का परिणाम घोषित करने मांग

aapnugujarat

નર્મદા જિલ્લા ન્યાયાલયન પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ જે.પી.ગઢવીએ રાજપીપલામાં એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લીગલ એડ ક્લીનીકનું ઉદ્‌ઘાટન કર્યું

aapnugujarat

રથયાત્રા : સુરક્ષા માટે હિલિયમ બલૂન-ડ્રોનનું સફળ ટેસ્ટીંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1