Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેજબહાદુરની ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી રદ્‌ કરવા વિરુદ્ઘ બીએસએફના બરખાસ્ત જવાન તેજબહાદુર યાદવની અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આ કેસની સુનાવણી કરતા કહ્યું કે અમને આ યાચિકાની સુનાવણી કરવાનો કોઇ આધાર નથી જણાતો એટલા માટે અરજી ફગાવવામાં આવે છે. અગાઉ કોર્ટે ચૂંટણી પંચને ગુરુવારે જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેજબહાદુરે વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચૂંટણી પંચે અમુક દસ્તાવેજ ન હોવાનો હવાલો આપીને તેજબહાદુરનું ઉમેદવારીપત્ર રદ્‌ કર્યું હતું. ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ તેજબહાદુરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અરજીમાં તેમણે ચૂંટણી પંચના નિર્ણયને પક્ષપાતભર્યો અને તર્કહીન ગણાવતા રદ્‌ કરવાની અપીલ કરી હતી.

Related posts

पाकिस्तान की और से संघर्ष विराम के उल्लंघन दौर जारी, एक जवान शहीद

aapnugujarat

નરેન્દ્ર મોદી ચૂંટણી સુધી મોટા સુધારા ઉપર આગળ નહીં વધે

aapnugujarat

મહારાષ્ટ્ર વિધાનસભાએ જીએસટી ખરડો સર્વાનુમતે પાસ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1