Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર વિધાનસભાએ જીએસટી ખરડો સર્વાનુમતે પાસ કર્યો

મહારાષ્ટ્ર વિધાનસભાએ રાજ્ય સ્તરે ગૂડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) ખરડાને આજે સર્વાનુમતે પાસ કરી દીધો છે. જીએસટી ખરડાને પાસ કરાવવા માટે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાનું ત્રણ-દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું હતું જેનો આજે છેલ્લો દિવસ હતો.વિધાનભવનના નીચલા ગૃહ વિધાનસભામાં આ ખરડો પાસ કરી દેવાયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સહકાર આપવા બદલ તમામ રાજકીય પક્ષો તથા સભ્યોનો આભાર માન્યો હતો.
વિધાનસભામાં શનિવાર અને રવિવાર, એમ બે દિવસ સુધી ચર્ચા કર્યા બાદ આજે જીએસટી ખરડાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.ફડણવીસે ગૃહમાં કહ્યું હતું કે, જીએસટી ખરડો પાસ કરવા માટે તમામ રાજકીય પક્ષોએ સર્વસંમતિ આપી છે. આજનો દિવસ રાજ્ય વિધાનસભા માટે ઐતિહાસિક છે. હું આને માટે ગૃહનો આભાર માનું છું.જીએસટીને રાષ્ટ્રીય સ્તરે આવતી ૧ જુલાઈથી લાગુ કરવાનો કેન્દ્ર સરકારે સંકલ્પ કર્યો છે અને એ માટેનો માર્ગ મોકળો કરવામાં મદદરૂપ થવા માટે મહારાષ્ટ્ર વિધાનસભાએ તેને પાસ કરી દીધો છે.
વિશેષ સત્રમાં અનેક સભ્યોએ પોતપોતાની દલીલ અને રજૂઆત કરી હતી. જેમ કે, જીએસટીના દરમાં સમાનતા લાવવી જોઈએ એવું ઘણાય સભ્યોનું સૂચન હતું.
રાજ્યના નાણાંપ્રધાન સુધીર મુનગંટીવારે વિધાનસભામાં કહ્યું હતું કે, જીએસટીને લીધે સ્થાનિક સ્વરાજ સરકારી સંસ્થાઓની નાણાકીય સ્વાયત્તતામાં કાપ ન મૂકાય એની મહારાષ્ટ્ર સરકાર તકેદારી લેશે.
જીએસટી લાગુ થવાથી ઓક્ટ્રોય તથા સ્થાનિક કરવેરા નાબૂદ થશે તેથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને મહેસુલી આવકની જે ખોટ જશે એને પાંચ વર્ષ સુધી ભરપાઈ કરવાની જવાબદારીનો મહારાષ્ટ્ર સરકારે સ્વીકાર કર્યો છે.
નાણાંપ્રધાન મુનગંટીવારે કહ્યું હતું કે, રાજ્યમાં જીએસટી લાગુ થયા બાદ પાંચ વર્ષ સુધી પાંચ લાખ કરોડ રૂપિયાની મહેસૂલ જમા થવાથી રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તેથી રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને પાંચ વર્ષ સુધી વળતર ચૂકવવા સક્ષમ રહેશે.
મુનગંટીવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જીએસટી લાગુ થયા બાદ રાજ્યનું અર્થતંત્ર મજબૂત બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જીએસટી તથા તે સંબંધિત અન્ય ખરડાઓને સંસદમાં પાસ કરાવી દીધા છે.

Related posts

राम मंदिर केस में अब कोई सुनवाई नहीं, मामला ख़तम : सुप्रीम

aapnugujarat

બુલેટ ટ્રેન : મુંબઈમાં ટ્રેનના માર્ગ પર ટૂંકમાં નિર્માણ કામ શરૂ કરાશે

aapnugujarat

सिख फॉर जस्टिस पर प्रतिबंध, पंजाब सीएम ने किया समर्थन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1