Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નરેન્દ્ર મોદી ચૂંટણી સુધી મોટા સુધારા ઉપર આગળ નહીં વધે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ચૂંટણી સુધી કોઇ મોટા સુધારા હાથ ધરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. મોદી સરકાર ટુંકાગાળામાં હાસલ કરવામાં આવેલી સિદ્ધિઓ ઉપર પ્રકાશ ફેંકશે તથા લોકલક્ષી પગલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને ટેક્સમાં ઘટાડાને લઇને વધારે ધ્યાન આપશે. જાણકારલોકોનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે.આવી સ્થિતિમાં મોદી સરકાર હવે વધુ આક્રમક સુધારાને હાથ ધરીને સામાન્ય લોકોમાં નારાજગી ફેલાવવા માટે ઇચ્છુક નથી. ૨૦૧૪ બાદથી મોદીએ ખુબ જ આક્રમક સુધારાઓ ઝડપથી હાથ ધર્યા છે પરંતુ હવે મોદી સુધારાઓને લઇને તેમની ગતિ ધીમી કરી શકે છે. કેટલાક સુધારાઓને લઇને સામાન્ય લોકો નાખુશ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મોદી પોતાની લોકપ્રિયતાને ઘટાડવા માટે ઇચ્છુક નથી. ચૂંટણી નજીક આવતા મોદી હવે તેમની સુધારવાદી છાપ કરતા ભાજપના કાર્યકરોના વિશ્વાસને જીતવાના પ્રયાસ કરશે. મળેલી માહિતી મુજબ આગામી ૧૮ મહિનાના ગાળા દરમિયાન સુધારાની ગતિને સ્થિર રાખવામાં આવનાર છે. અલબત્ત સરકાર સુધારા પ્રક્રિયાને આગળ વધારવાની વાત કરી છે. સુધારાની પ્રક્રિયા ઉપર બ્રેક મુકવામાં આવી શકે છે. ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોદીની પોલિસી મુખ્યરીતે ત્રણ સી ઉપર કેન્દ્રિત રહેશે જે પૈકી ભ્રષ્ટાચારની નાબૂદી, પ્રવર્તમાન પોલિસી પ્રાથમિકતાને પરિપૂર્ણ કરવાની બાબત જેમાં અટવાયેલા પ્રોજેક્ટોને પરિપૂર્ણ કરવા તથા જીએસટીને અસરકારકરીતે અમલી કરવા અને એનપીએના વિવાદને ઉકેલવાની બાબતનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમની જુદા જુદી પહેલ પૈકી દૂર સંચાર માટેની પહેલને પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારમાં રહેતા સામાન્ય લોકો સુધી લાભ પહોંચાડવા માટેના પ્રયાસ કરવામાં આવશે. ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને લઇને મળેલી સફળતા લોકો સુધી લઇ જવામાં આવશે. મે ૨૦૧૪ બાદથી ૪૩૧૩ કરોડની કાળા નાણાની રકમ પકડી પાડવામાં આવી છે. મોદી ફરી એકવાર આ યોજનાને વધુ તીવ્ર બનાવીને આગળ વધવા ઇચ્છુક છે. નોટ ઉપર પ્રતિબંધ જેવા કઠોર પગલાથી સામાન્ય લોકો નારાજ હતા છતાં કેટલાક રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી જેમાં ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે. રાજકીય પાર્ટીઓના ફંડિંગના ધારાધોરણોને વધુ કઠોર કરવામાં આવી શકે છે. માઇક્રો મોરચે તેઓ શ્રેણીબદ્ધ વૈધાનિક સુધારાઓને આગળ વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

Related posts

ફિરોઝાબાદમાં સંઘ કાર્યકર્તા સંદીપ શર્માની ગોળી મારી હત્યા કરી

aapnugujarat

અમેરિકન ગ્રીન કાર્ડ માટે 11 લાખ ભારતીયો લાઈનમાં : REPORT

aapnugujarat

केजरीवाल की तबीयत बिगड़ी

editor

Leave a Comment

UA-96247877-1