Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિએ છ ચાવીરુપ કાયદાને આપેલ બહાલી

રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળ્યાના ત્રણ સપ્તાહમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે છ ચાવીરુપ કાયદાઓને લીલીઝંડી આપી દીધી છે જેમાં એક કાયદો એવો છે જેમાં મેરિટાઇમ ક્લેઇમના કેસોમાં ટ્રાયલના અધિકાર ક્ષેત્રમાં વધારવાની બાબતનો સમાવેશ થાય છે. જુદી જુદી કોર્ટમાં જહાજોના ડિટેન્શન અને ધરપકડ જેવી બાબતો આમા સામેલ છે. રાષ્ટ્રપતિ તરફથી જે કાયદાઓને મંજુરી મળી છે તેમાં મેરિટાઇમ ક્લેઇમ્સ એક્ટ ૨૦૧૭નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૫૬ વર્ષ જુના કોર્ટ એક્ટ ૧૮૬૧ અને ૧૨૭ વર્ષ જુના કાયદાનો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૧૫ સુધી ૧૧ લાખ શિક્ષકોની નિમણૂં કરવામાં આવી ચુકી છે. રાષ્ટ્રપતિએ રાઇટ ઓફ ચિલ્ડ્રન ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન બિલ ૨૦૧૭ને મંજુરી આપી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં નવી જોગવાઈઓ થઇ રહી છે. નક્કી કરવામાં આવેલી લાયકાત હાસલ કરવા માટે આમા મહેતલ આપવામાં આવી છે. રાજ્યસભાએ પહેલી ઓગસ્ટના દિવસે એક બિલ પસાર કર્યું હતું. પહેલી એપ્રિલ ૨૦૧૦ના દિવસે અમલી બનેલા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટમાં શિક્ષકોને પાંચ વર્ષની અંદર લઘુત્તમ લાયકાત હાસલ કરવા કહેવામાં આવ્યું હતું.

Related posts

છેલ્લાં૧૩ વર્ષોમાં દર ત્રીજા દિવસે જવાન શહીદ : રિપોર્ટ

aapnugujarat

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

બંગાળમાં ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1