Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર ખાતે ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ૨૦૨૦-૨૦૨૨ નો કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જીલ્લામાં પાવીજેતપુર તાલુકાની જુની મામલતદાર કચેરીનાં પટાંગણમાં જેતપુર જિલ્લા પંચાયતમાં આવતાં ૨૦ જેટલા ગામડાંઓની ૨૪ જેટલી આંગણવાડીઓને આવરી લઇ ગુજરાત પોષણ અભિયાન નાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આશાવર્કરો , તેડાગરો ,આંગણવાડી બહેનો, માતાઓ તેમજ અધિકારીઓ તથા આસપાસના ગામડાંઓના નાગરિકો, બાળકો,બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨નાં આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરનાં ચેરમેન શિશપાલ રાજપુત (ૈંછજી) તેમજ તેમના માતૃશ્રી તથા લક્ષ્મણસિંહ રાજપૂત , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છોટાઉદેપુર વલ્લભ ગઢવી , રમત ગમત વિભાગનાં અધિકારી ચૌહાણ, પાવીજેતપુર તાલુકા વિકાસ અધિકારી સમીર મોજણીદાર , પાવીજેતપુર મામલતદાર પી.જી.નાયક, માજી ધારાસભ્ય તથા માજી સંસદીય સચિવ જયંતી રાઠવા , પાવીજેતપુર એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન ગોવિંદ રાઠવા, જેતપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અંકિત શાહ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિકાસ રંજન ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપુતે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારનાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમમાં ગુજરાત સરકારનો સંદેશો આપનાં બાળકોને કુપોષણમાંથી મુક્ત કઈ રીતે રાખવા તે વિશે માહિતી આપવામાં આવી હતી અને આપનાં વિસ્તારમાં ફરજ બજાવતી આંગણવાડી,તેડાગર, આશાવર્કરો એ જ્યાં પણ ફરજ બજાવતી હોય તે વિસ્તારની મુલાકાત લય તમામ માતાઓને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલો પોષણ અભિયાન ૨૦૨૦-૨૦૨૨ નાં કાર્યક્રમોનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા અને આપનાં વિસ્તારનાં બાળકો કુપોષણમાંથી મુક્તિ મળે તે માટે સંદેશો પહોંચાડવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતુંક ે, આપનાં શરીર માટે ” યોગ”એક મહત્વનું પરિબળ છે તો આપના બાળકો અને આપના શરીર માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું જેમાં આપના શરીરમાં થતા રોગો જેવા કે હાર્ટ એટેક,શરીરના હાડકા ની કમજોરી, જીવલેણ જેવા રોગોથી મુક્તિ મળે અને યોગથી થતા ફાયદાઓ વિશે પણ જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આવેલા મુખ્ય મહેમાનોનાં હસ્તે બાળ તંદુરસ્તી અને વાનગી હરીફાઈનું ઇનામ વિતરણ તથા પાલક માતાઓનુ સંન્માન પણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

સુરતમાં હીરાની પેઢી ખોટમાં જતાં ૧૦૦ રત્ન કલાકારોનો પગાર અટવાયો

aapnugujarat

પતિને લીંબુ પધરાવવા મોકલી તાંત્રિકનું પરિણિતા પર દુષ્કર્મ

aapnugujarat

ભાજપના સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1