Aapnu Gujarat
ગુજરાત

કોતરવાડા ગામ નજીકની કેનાલમાં ગાબડુ

દિયોદર તાલુકાના કોતરવાડા પાસેથી પસાર થતી કોતરવાડા નર્મદા મેઈન બ્રાન્ચ કેનાલમાં પાણી લીકેજ થયું હોવાની વાત સામે આવી હતી. આથી આસપાસના ગ્રામવાસીઓમાં ફફડાટ અને ગભરાહટ ઉભો થયો હતો.
જોકે દિયોદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભેસિંહ ચૌહાણે તેમજ સ્થાનિક આગેવાનોએ નર્મદાના ઇજનેરોને જાણ કરતા રાતોરાત રિપેર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે કેનાલમાં પાણી ઓવરફ્લો થવાની બીક વચ્ચે ખેડુતો મુંઝવણમાં મુકાયા હતા.
જોકે કેનાલ સમયસર રિપેર ન કરવામાં આવી હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકે તેવું જાણવા મળ્યું.
જોકે આ બાબતે દિયોદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આવી ભયજનક સપાટી કેનાલોમાં જે કોઈ તિરાડો પડી હોય તેનું સમારકામ કરી મોટી જાનહાનિ અટકાવી શકાય છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

ધોરાજીમા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

editor

અમદાવાદ-ડુંગરપુર ટ્રેનને ઉદેપુર સુધી લંબાવવા તૈયારી

aapnugujarat

दो किलो चरस के मामले में मुख्य आरोपी कश्मीरी शख्स को गिरफ्तार किया गया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1