Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ-ડુંગરપુર ટ્રેનને ઉદેપુર સુધી લંબાવવા તૈયારી

અમદાવાદમાં મેટ્રો ટ્રેન અને અમદાવાથી મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાના સમાચાર વચ્ચે હવે રાજસ્થાન તરફ જતા મુસાફરોને પણ વધુ સુવિધા મળે તેવો નિર્ણય આગામી નજીકના દિવસોમાં લેવામાં આવી શકે છે. આ સિવાય પણ કેટલીક વધુ ટ્રેનો દોડતી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ અમદાવાદથી જે ટ્રેન ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ડુંગરપુર સુધી જાય છે તે ઉદેપુર સુધી લંબાવવામાં આવી શકે છે. આ રૂટ પર ડીઝલની ટ્રેનો દોડે છે તેને ઈલેક્ટ્રિક કરવા અંગેની પણ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટ્રેન શરુ થવાથી સાબરકાંઠા અને અરવલ્લીની જનતાને વધુ ફાયદો થશે, કારણ કે આ ટ્રેન હિંમતનગર થઈને અમદાવાદ-ઉદેપુર-જયપુર વચ્ચે દોડતી થશે.
મળતી વિગતો પ્રમાણે અમદાવાદથી જે ટ્રેન ડુંગરપુર સુધી દોડતી હતી તે લાઈનનું બ્રોડગેજનું કામ ઉદેપુર સુધી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આમ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વધુ સુવિધા મળે તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી શકે છે. હવે આ ટ્રેનના સમયપત્રક પર કામ થઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મહેમાન બનવાના છે અને તે દરમિયાન તેઓ ગુજરાતને વિવિધ યોજનાઓની ભેટ આપી શકે છે અને તેમાં પશ્ચિમ રેલવેના કેટલાક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. આવામાં અમદાવાદથી ઉદેપુર જનારી ટ્રેનને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમ અંગે પીએમઓ કાર્યાલયને પત્ર લખવામાં આવ્યો હતો. એટલે શક્યતા છે કે ચાલુ મહિનાના અંતમાં ગુજરાત અને રાજસ્થાનની જનતાને વડાપ્રધાન મોટી ભેટ આપી શકે છે. અમદાવાદથી ઉપડનારી ટ્રેન હિંમતનગર થઈને ઉદેપુર પહોંચશે તેવી પ્રબળ શક્યતાઓ છે. હાલ જે ટ્રેન ડીઝલ પર દોડે છે તેને ઈલેક્ટ્રિક કરવા માટેની કામગીરી પણ ચાલુ છે અને જેના ૨૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી ઉદેપુર સુધીનો ઈલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી હ્યું છે.
જયપુરથી ચેન્નાઈ વચ્ચે દોડથી અને જયપુરથી પણે વચ્ચેની તથા મુંબઈના રૂટ પર જતી ટ્રેન હવે વાયા હિંમતનગર થઈને દોડતી કરવા માટેનું આયોજન કરાઈ રહ્યું છે. આમ થવાથી ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના લોકોને રોજગારની વધુ કેટલીક નવી તક મળી શકે છે. એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપી શકે છે. નવરાત્રી દરમિયાન ટ્રેનનો પ્રારંભ કરાવવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Related posts

લોક ડાઉનમાં પાન અને ગુટકા ખાનારાઓની કફોડી હાલત પાંચ ઘણા વધારે પૈસા ચુકવવાનો વારો….

editor

બિસ્માર રસ્તાનાં લીધે રતનપોળમાં ચાલવું જોખમી બન્યું

aapnugujarat

રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1