Aapnu Gujarat
ગુજરાત

પાદરડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કાંકરેજ તાલુકાનાં પાદરડમાં આજે પાંચમા તબક્કાનો ત્રીજો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૫ ગામનાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સેવા સેતુમાં (પાદરડી, ખસા, રતનગઢ,આકોલી (મા,વાસ) આકોલી (ઠાકોર વાસ) માનપુર(શિ), કુવારવા, દુગ્રાસણ, કાકર, નેકોઈ, નગોટ, મંગળપુરા, વડા, બલોચપુર, અટુબિયા વાસ વડા,) વગેરે જેવાં ૧૫ ગામોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર મંજુલા રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદી, કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા તેમજ ગામના સરપંચ વગેરે હાજર રહ્યા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમમાં સ્થળ ઉપર મા અમૃતમ કાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા કાઢી આપવામાં આવ્યાં હતાં, ઉપરાંત તાવ શરદી જેવા બીમારીની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. તાલુકામાં થતાં તમામ કામ આજે સેવા સેતુમાં કરવામાં આવ્યાં હતા.ં દરેક ગામનાં લોકોને શિહોરી મામલતદાર અને તાલુકા પંચાયાત કચેરીએ જવું ના પડે તેવા હેતુથી સ્થળ પર જ લોકો ને બધી સેવા મળી રહે ત્યારે આ સેવા સેતુનો લાભ દરેક ગામનાં લોકોએ લાભ લીધો હતો.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)

Related posts

મધ્યપ્રદેશ જેવી ભાવાંતર સ્કીમ લાવવાની તૈયારી : એમએસપી મુદ્દાને લઇ મદદ કરવા કેન્દ્રને અપીલ

aapnugujarat

કોરોનાના કારણે અનાથ બનેલી ચાર બહેનોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભ

editor

બિસ્માર રસ્તાઓનું કામકાજ કન્સલ્ટન્ટ્‌સના લીધે અટવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1