Aapnu Gujarat
બ્લોગ

દેવ દિવાળીના દિવસે ફકત આ 10 કામ કરો, બધાજ જન્મોના પાપ થઈ જશે દૂર…

કારતક માસ અમાસે ઉજવવામાં  મુખ્ય  દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર આવે છે. જે કારતક મહિનાની પૂનમના દિવસે મનાય છે. આ દિવાળી ખાસ કરીને ગંગા મૈયાની પૂજા માટે કાશી તીર્થસ્થળની સાથે બીજા ગંગા ઘાટ પર પણ ઉજવવામાં આવે છે. કહેવતો અનુસાર આ દિવસે શિવજી ધરતી પર અવતરે છે. આ દિવસે જે પણ મનુષ્ય તેમની પૂજા પાઠ કરીને અન્નદાન કરે છે તેમના પાછલા 7 જન્મોના પાપનો નાશ થાય છે. માનવામાં આવે છે કે, જ્યા ભોલેનાથની સાથે બીજી તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકથી ઉતરીને ધરતી પર આવે છે.

• દેવ દિવાળીએ શું કરશો?

આ દિવસના રોજ ગંગાજળથી સ્નાન કર્યા પછી વિધિ વિધાનથી ગંગાજી અને શિવજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે.

હજારો લોટના દિવા પ્રગટાવીને વહેતા જળમાં પ્રવાહ કરો.

આ દિવસના રોજ જે પણ માણસ શ્રધ્ધાપૂર્વક માં ગંગાજી તથા ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને અભિષેક કર્યા પછી અન્નનું દાન કરો અને એ કરતા જ તેમના પાછલા જન્મના થયેલ પાપ કર્મોનો નાશ થશે.

• કેવી રીતે ઉજવવામાં આવે છે દેવ દિવાળી

પ્રાચીન માન્યતા પ્રમાણે દેવઉઠી અગિયારસના ચાર મહિના પછી ભગવાન વિષ્ણુ નિન્દ્રાથી જાગે છે, અને તેનાથી જ પ્રસન્ન થઇને બધા દેવી દેવતાઓ સ્વર્ગથી આવીને શિવજીની પ્રિય નગરી કાશીમાં ગંગા મૈયાના તટ પર દિવો પ્રગટાવીને ઉત્સવ મનાવવામાં આવે છે.

દેવ દિવાળીની પૂજા તથા કરો આ 10 વિશેષ કામ

સવારે વહેલા ઉઠીને શ્રી ગણેશજીનું ધ્યાન કરતા ગંગાજળથી સ્નાન કરો.

હવે કોઇ વાસણમાં ગંગાજળ લઇને ભગવાન શિવજીને ગંગા-અભિષેક કરી અને ષોડપોચાર વિધિથી પૂજા કરો. આમ કરવાથી મા ગંગા પાછલા 7 જન્મોના પાપ હરી લેશે.

ગંગાજી તથા શિવજીની શ્રધ્ધા પૂર્વક આરતી કર્યા પછી ત્યા જ ગંગા ઘાટ પર બિરાજમાન થઈને ॐ नमः शिवाय મંત્રનો 108 વાર જાપ અવશ્ય કરો.

31 વાર મહામૃત્યુજય મંત્રનો જાપ પણ કરો.

સુવિધા પ્રમાણે શ્રી રામચરિતમાનસનો પાઠ અને શ્રી સુંદર કાંડનો પાઠ કરો.

આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વિષ્ણુસહસ્ત્રનામાવલીનો પાઠ કરવો જોઇએ.

આ દિવસે તમારા ઘરે ગંગા મૈયાના પવિત્ર જળને લઇને આવો.

દેવદિવાળીના દિવસે પૂજા કરવાથી એક સાથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પણ મળે છે અને જન્મ જન્માંતરના પાપનો નાશ થાય છે.

Related posts

અમદાવાદનું કર્ણાવતી : ભવ્ય ભૂતકાળ અને ચમકદાર વર્તમાન

aapnugujarat

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ.. : મનીષા વાઘેલા

editor

जनसंख्या पर कठोर निर्णय का वक्त

aapnugujarat

Leave a Comment

UA-96247877-1